હુમલો:હડદડના યુવક ઉપર જુની અદાવતને લઈને 3નો હુમલો

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દોઢ વર્ષ પહેલા ગાડીમાં લુટ થયેલી બાબતે

બોટાદના હડદડ ગામના યુવક ઉપર ગાડીમાં થયેલી લુટની જુની અદાવતને લઈને 3 શખસે હુમલો કરતા યુવકે ફરીયાદ નોંધાવી હતી.પોલીસ સુત્રો દ્રારા મળતી માહીતી મુજબ બોટાદના હડદડ ગામે રહેતા કલ્પેશભાઈ બાબુભાઈ જમોડ, હરપાલસિંહ પરમાર સરવા વાળાની ટ્રકમાં ક્લિનર તરીકે કામ કરે છે. તા.22/10/22 ના રોજ રાત્રીના કલ્પેશભાઈ અને તેમની સાથેના ડ્રાઈવર જગદીશભાઈ મગનભાઈ ચોહાણ સાથે ખાતર ભરેલી ટ્રક ખાલી કરવા માટે ગઢડા માર્કેટીગ યાર્ડ ખાતે ગયા હતા અને તા.23/10/2022ના રોજ સવારના 11:00 વાગ્યે સમયગાળા દરમિયાન ટ્રક ખાલી કરીને તેમના ઘરે હડદડ ગામે પરત જઈ રહ્યા હતા, ત્યારે નાગલપર ગામથી થોડે દુર પહોચતા 1 માણસ રોડની સાઈડમાં ઉભેલો હતો.

જેણે ટ્રક ઉભો રખાવેલ જે માણસ તેમની સાથે રહેલા ડ્રાઈવર જગદીશભાઈને ઓળખતો હતો.જે બાબતે કલ્પેશભાઈએ પુછતા જગદીશભાઈ તે માણસનુ નામ મહિપત ઝાલા જણાવ્યું હતુ. તે સમયે ત્યા પાળીયાદનો લખમશી ખટાણા જેના હાથમાં છરી હતી અને વાઘજી ખટાણા જેના હાથમાં લાકડી હતી. આ ત્રણેય શખ્સોએ કલ્પેશભાઈને ટ્રક માંથી નીચે ઉતારી ઢીકા પાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી હતી.

ત્યારબાદ ડ્રાઈવર જગદીશભાઈએ કલ્પેશભાઈને મારા મારી માંથી છોડાવ્યા હતા. કલ્પેશભાઈને શરીરે દુખાવો થતાં તે સારવાર માટે બોટાદ સોનાવાલા હોસ્પિટલે આવ્યા હતા.આ બનાવનુ કારણ એવુ છે કે દોઢ વર્ષ પહેલા કલ્પેશભાઈ તે વાઘજી ખટાણાની ગાડી ચલાવતા હતા ત્યારે એક વખત ગાડીમાં લુટ થયેલી જે બાબતે જુની અદાવત રાખી ત્રણેય ઈસમોએ છરી અને લાકડી લઈ આવી કલ્પેશભાઈને ઢીકા પાટુનો માર માર્યો હતો. આ બનાવ અંગે કલ્પેશભાઈ બાબુભાઈ જમોડે મહીપત ઝાલા, લખમશી ખટાણા અને વાઘજી ખટાણા ત્રણેય રહે પાળીયાદ જી.બોટાદ વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...