ચૂંટણી:વિરમગામ બેઠક પર 39 ઉમેદવારી પત્ર ભરાયા

રામપુરા ભંકોડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડમી સાથે કુલ 33 ઉમેદવાર

બીજા તબક્કાની ચૂંટણીના વિરમગામ વિધાનસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ સુધી કુલ 39 ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા. ડમી સાથે ૩૩ ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા વિરમગામ બેઠક પર 2 ઉમેદવારને મેન્ડેડ આપવામાં આવ્યું હતું.

વિરમગામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ કુંવરજી બબાજી ઠાકોરને મેન્ડેડ આપવામાં આવ્યું હતું. મેન્ડેડ ના આધારે કુંવરજી બબાજી ઠાકોરે પોતાના સમર્થકો સાથે વિરમગામ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું.

ત્યારબાદ આમ આદમી પાર્ટી દ્વારા કોઈ કારણસર અમરસિંહ અણદાજી ઠાકોર ને પણ મેન્ડેડ આપવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા બે ઉમેદવારોને મેન્ડેડ આપવામાં આવ્યું હતું. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ઉમેદવારી પત્ર માન્ય- અમાન્યની જાણ થશે. હાલ મુખ્ય રાજકીય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, BJP, આપ અને વિવિધ પક્ષો અને અપક્ષો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...