તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:બોટાદ જિલ્લા રસીકરણ ઝુંબેશમાં 37731 નાગરિકોએ રસી લીધી

બોટાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બોટાદ તાલુકામાં 14587, ગઢડામાં 14017, બરવાળમાં 4314 અને રાણપુરમાં 4813 લોકોને કોરોના સામે રક્ષણ

બોટાદ જીલ્લામાં નાગરીકોને કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચાલી રહેલા રસીકરણ અભિયાન અંતર્ગત જીલ્લાના 37731 નાગરીકોને રસીકરણ કરવામાં આવ્યું છે. સમગ્ર જીલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર COVID -19 રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. બોટાદ જીલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે જીલ્લામાં 45થી 60 વય જૂથના વિવિધ ગંભીર બિમારી ધરાવતા આશરે 10767 વ્યક્તિઓ તેમજ 45 વર્ષથી વધુ વય ધરાવતા 26964 નાગરીકો મળીને કુલ 37731 લોકોને રસી આપી કોરોના મહામારી સામે રક્ષીત કરાયા છે.

જિલ્લામાં કરાયેલી કોવિડ -19 રસીકરણની કામગીરી જોઈએ તો બોટાદ તાલુકામાં 14587, ગઢડા તાલુકામાં 14017, બરવાળા તાલુકામાં 4314 અને રાણપુર તાલુકામાં 4813 મળીને કુલ 37731 લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી આપવામાં આવી છે.

બોટાદ જીલ્લામાં કોવિડ -19નાં પોઝિટીવ કેસમાં વધારો થતા જાહેર જનતાને જણાવ્યુ છે કે આગામી દિવસોમાં કોરોના મહામારીનાં સંક્રમણથી બચવા માટે સરકાર દ્વારા હાલ ચાલી રહેલા 45 વર્ષથી વધુ ઉંમરનાં તમામ વ્યક્તિઓ કોવિડ -19 રસીકરણનો વધુમાં વધુ લાભ લેવાય તે અત્યંત જરૂરી છે અને રસીકરણ અંગેની ખોટી માન્યતાઓ/ અફવાઓ સોશિયલ મિડિયા દ્વારા ફેલાતી હોઈ તો ગેરમાર્ગે દોરાયા વગર રસીકરણ મહતમ લાભ લેવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ જાહેર જનતાને અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો