અકસ્માત:બોટાદમાં 9 માસમાં 35 અકસ્માત 36 લોકોએ જીવ ગુમાવ્યો

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓવર સ્પીડ, રોંગ સાઈડ અને રફ ડ્રાઈવીંગના કારણે 29 અકસ્માતમાં 73 વ્યક્તિને ગંભીર ઈજા પહોચી
  • રોડ સેફ્ટી અંતર્ગત કામગીરી માટે સૂચના અપાઈ

બોટાદ જિલ્લામાં વાહન અકસ્માત અને તેનાથી થતા મૃત્યુનો દર વધતો જતો હોય તેથી કલેક્ટરની અધ્યક્ષતામાં ટ્રાફીક નિયમન અને રોડ સેફ્ટી અંગેની બેઠક મળી હતી જેમા છેલ્લા નવ માસમા ગંભીર પ્રકારના 35 અકસ્માતમાં 36 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 73 ઈજાગ્રસ્ત થયા હતા

કોઈ એક રોગ થી જેટલા વ્યક્તિ મૃત્યુ નથી પામતા તેનાથી વધુ લોકો વાહન અકસ્માતમાં મોતનું કારણ બની રહ્યા છે જેમા હેલ્મેટ, ઓવર સ્પિડ, રફ ડ્રાઈવીંગ અને રોંગ સાઈડ વાહન ચલાવવાના કારણે મેજોરીટી અકસ્માતો સર્જાતા હોવાનું જણાયુ છે બોટાદ જિલ્લામાં જાન્યુઆરી-22 થી સપ્ટેમ્બર-22 એમ નવ માસ અંતર્ગત મળેલ આકડા મુજબ અલગ અલગ બ્લેક સ્પોટ 35 ફેટલ અકસ્માત નોંધાયા છે

જેમા કુલ 36 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો જ્યારે અન્ય 29 અકસ્માતમાં 73 વ્યક્તિને ગંભીર ઈજાઓ આ અકસ્માતના કારણે પહોચી હોવાનું જણાયુ છે અકસ્માત નીવારવા આર.ટી.ઓ અને ટ્રાફીક પોલીસ દ્રારા તબક્કાવાર પગલા ભરાઈ રહ્યા છે અને વિવિધ વિસ્તારમાં સાઈન બોર્ડ તેમજ ઈન્ટર સેક્ટર કાર વડે ઓવર સ્પીડ વાહનોને સ્કેન કરી મેમા આપવાની કાર્યવાહી પણ કરાતી હોવાનુ જાણવા મળેલ છે અકસ્માત નિવારણના મુખ્ય ઉદેસ્ય સાથે બોટાદ જિલ્લા કલેક્ટર દ્રારા રોડ સેફ્ટીની બેઠક બોલાવાઈ હતી અને આ બેઠકમાં ટ્રાફીકને અડચણરૂપ વૃક્ષો તેમજ મહત્વની જગ્યાઓ પર સાઈન બોર્ડ મુકવા સુચના અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...