કાર્યવાહી:બોટાદ જિલ્લામાંથી 357 ગ્રાહક વીજચોરી કરતાં પકડાયા

બોટાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજચોરોને રૂ.84.97 લાખનો દંડ ફટકારાયો, કામગીરી ચાલુ રહેશે

વીજ કંપનીની કોર્પોરેટ ઓફીસની તા.2 મેથી તા.7 મે સુધી ડ્રાઈવને લઇ અધિક્ષક ઈજનેરના માર્ગદર્શન હેઠળના બોટાદ 1 /2, બોટાદ ગ્રામ્ય, ગઢડા- 1, ગઢડા- 2 બરવાળા, પાળીયાદ, રાણપુર, ઢસા, ધોળા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા અલગ અલગ શહેરો અને ગામોના વિસ્તારોમાં પોલીસ તેમજ એસઆરપી અને વિડિયોગ્રાફરને સાથે રાખી 126 જેટલી વીજ ચેકિંગ ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ-2095 જેટલા વીજ કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા.

તેમાંથી કુલ 357 જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી અંદાજે રૂ.84.97 લાખની વીજચોરીનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અધિક્ષક ઈજનેર જણાવ્યા મુજબ બોટાદ જિલ્લામાં વિજ ચોરીનું પ્રમાણ વધારે હોવાથી ભવિષ્યમાં પણ વીજચોરી ઝડપવાની સઘન ઝુંબેશ ચાલુ રખાશે અને વીજચોરોને બક્ષવામાં નહી આવે જેથી વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં વીજચોરીની વ્યાપક ફરિયાદ મળતાં વીજ કંપની દ્વારા ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના પગલે મોટાપાયે ચેકિંગ હાથ ધરાયું હતું. આાગામી સમયમાં પણ વીજ ચેકિંગની કામગીરી ચાલું રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...