તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

જળબંબાકાર:બરવાળામાં 4 કલાકમાં 3.5 , બોટાદમાં 2.5 ઇંચ વરસાદ : ચોમાસાની વિદાય પૂર્વે ધોધમાર વરસાદ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા
  • નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સૂચના

જિલ્લામાં શુક્રવારે રાત્રે ચાર કલાક સાંબેલાધારે અઢીથી સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જેના કારણે આ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતીનું નિર્માણ થયુહતુ. પાણી ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

મેઘરાજાએ વિરામ લીધા બાદ રાત્રીના આઠ વાગ્યાથી બાર વાગ્યા દરમિયાન ચાર કલાકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે અનેક લોકોને હાલાકીમા મુકાઈ જવાનો વારો આવ્યો હતો. અંતિમ તબકકામાં સારો વરસાદ થતા ખેડૂતો અને આમ જનતામાં હરખની હેલી જોવા મળી રહી છે. શહેરના નીચાણવાળા વિસ્તાર ભાવનગર રોડ, દિનદયાળ ચોક, જ્યોતિગ્રામ સર્કલ, હવેલી ચોક, મહિલા કોલેજ સહિતના વિસ્તારોમાં જોતજોતામાં પાણી ભરાઇ ગયા હતા.

આ ચાર કલાક દરમિયાન બોટાદમાં અઢી ઇંચ, બરવાળામાં સાડા ત્રણ ઇંચ, ગઢડા માં એક અને રાણપુરમા ડોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો આ વરસાદને લઇ જિલ્લાના આજુબાજુના ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેને લઈને નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સૂચના અપાઈ હતી ચાલુ વર્ષે સતત વરસતા વરસાદને લઇ ખેડૂતોના પાકને મોટું નુકસાન થતાં ખેડૂતો તંત્ર પાસે સરવે કરી યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે.આમ ચાલુ વર્ષ દરમિયાન પડેલ અતિશય વરસાદથી પાકોને નુકસાન થયું છે.

સતત પડતા વરસાદને લઈ ખરીફ પાક નિષ્ફળ,વળતર ચૂકવવુ જરૂરી
ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન સતત વરસતા વરસાદને લઈને ખેડૂતોના ખરીફ પાક તલ, જુવાર, કપાસના પાકને મોટું નુકસાન થયું છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.> પ્રતાપસિંહ ડોડીયા, પ્રમુખ બોટાદ જિલ્લા કિસાન ખેત મજદૂર કોંગ્રેસ.

ઉપરવાસમાં ભાદરમાં પૂર આવતા ગામડાઓમાં પાણી ફરી વળ્યા
ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ ભડલા ડેમના દરવાજા ખોલતા ભાદર નદીમાં પાણી આવતા રાણપુર તાલુકાનું દેવળીયા ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું તેમજ રાણપુર અને ધંધુકા તાલુકાના કોટડા, વખતપુર, દેવપુરા, આણંદપુર, બાજરડા, દેવળીયા શહીતના ગામડાઓમાં પાણી ફરી વળ્યા હતા. > મનહરસિંહ રાણા, ઉપસરપંચ ફેદરા ગ્રામ પંચાયત.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો