સર્વોદય મેડિકલ સોસાયટી સંચાલિત ચંપા વિજયા જનરલ હોસ્પિટલ રામપુરા ભંકોડામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાઈ ગયો. પ્રથમ વાર સર્વો રોગ નિદાન કેમ્પમાં હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન સંચાલિત હોસ્પિટલ અમદાવાદ ના નિષ્ણાત ડોક્ટરોનો ટીમ દ્વારા સ્તન કેન્સરની તપાસ મેમોગ્રાફી દ્વારા કરવામાં આવી હતી. આપણા દેશમાં સ્ત્રીઓમાં તન કેન્સરનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે. ભારતમાં દર વર્ષે સ્ત્રી ઓમાં હજારોની સંખ્યામાં સ્તન કેન્સર ના કેશો જોવા મળે છે. પુખ્ત વય પછી સ્તન કેન્સર કોઈપણ સ્ત્રીને થઈ શકે છે.
Breast મશીન દ્વારા સ્તન ને લગતી કોઈપણ નાનામાં નાની ગાઠ પણ શોધી આપે છે. આ તપાસ હાથમાં પકડી શકાય એટલા નાના સાધનથી થાય છે. તદુપરાંત વધુમાં આ તપાસ માં કોઈ પણ પ્રકારના ક્ષકિરણો નો ઉપયોગ થતો નથી. ક્લિનિકલ સ્તન તપાસ(CBE) માં જે નાની ગાંઠન શોધી શકાય એવી ગાંઠ પણ આ સાધનથી શોધી શકાય છે.
વધુમાં જે સ્ત્રીઓ ની મેમોગ્રાફી તપાસ ના કરી શકાય એ કિસ્સામાં આ સાધન ઘણું ઉપયોગી છે. આ તપાસ દુખાવા રહીત હોય છે. કેમ્પ દરમિયાન આ પદ્ધતિથી 32 મહિલાઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જે મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેવી મહિલાઓની હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન સંચાલિત હોસ્પિટલ અમદાવાદ ના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા સોનોગ્રાફી તથા મેમોગ્રાફી તપાસ નિશુલ્ક કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.