વિવાદ:અલઉ ગામમાં યુવકને મારી નાખવાની 3 યુવકે ધમકી આપી

બોટાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામસામે પંચરની દુકાન હોવાથી ધંધો ન થતાં 3 યુવકે યુવકને માર મારતાં રાણપુર પોલીસમાં ફરિયાદ દાખલ

રાણપુર તાલુકાના અલઉ ગામે રહેતા પ્રવીણભાઈ ઉર્ફે મુન્નો મધાભાઈ પરમારને તેમના ઘરની બાજુમાં જ પંચરની દુકાન છે અને તેમની દુકાનની સામે દાના ભીખાભાઈ સોલંકીની પંચરની દુકાન છે આ દાના સોલંકીનો પંચરનો ધંધો ન ચાલતો હોવાથી અન્ય બે યુવકો સાથે મળી પ્રવીણભાઈને માર માર જાનથી મારી નાખવાની ધમકી આપતા રાણપુર પોલીસે ત્રણય આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાણપુર તાલુકાના અલઉ ગામે રહેતા પ્રવીણભાઈ ઉર્ફે મુન્નો મધાભાઈ પરમારને તેમના ઘરની બાજુમાં જ પંચરની દુકાન છે તેઓ ગુરુવારે સાંજે તેમની દુકાને ઉભા હતા ત્યારે તેમની સામેની પંચરની દુકાનવાળો દાણા ભીખાભાઈ સોલંકી, વિજય ભીખાભાઈ સોલંકી અને ભીખા લાખાભાઈ સોલંકી હાથમાં લોખંડની પાઈપ , ધારિયું લઈ આવીને પ્રવિણભાઈને કહેવા લાગ્યા હતા કે તું તારી દુકાન બંધ કરી નાખજે અને ગામ મૂકી જતો રહેજે તમ કહી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પ્રવીણભાઈ પરમારે રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મનસુખભાઈ કમેજળીયા ચલાવે છે.

અન્ય સમાચારો પણ છે...