વરસાદી આફત:બોટાદના લાઠીદડ ગામે નાળામાં 3 વ્યક્તિ તણાઇ, વૃદ્ધનું મોત, 2નો બચાવ

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાયરની ટીમ કામે લાગી હતી. - Divya Bhaskar
ફાયરની ટીમ કામે લાગી હતી.
  • નાળામાં અચાનક પાણી આવ્યું

બોટાદ તાલુકાના લાઠીદડ ગામે તા.29/8/20ના રોજ વરસાદના કારણે નાળામાં પાણીની આવક થતા નાળા ઉપરથી ત્રણ વ્યક્તિ પસાર થતા પાણીના પ્રવાહમાં તણાઇ ગયા હતા. જેમાથી 70 વર્ષના વૃદ્ધનુ મોત નિપજ્યુ હતુ જ્યારે બે વ્યક્તિઓના આબાદ બચાવ થયો હતો.

બોટાદ જિલ્લામા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેના લીધે જિલ્લાના તમામ નદી, નાળા, ડેમો, તળાવ છલકાઇ ગયા છે. ત્યારે બોટાદ તાલુકાના લાઠીદડ ગામે તા.29/8/20ના રોજ સાંજના સમયે નાળા ઉપરથી પસાર થતા ત્રણ વ્યક્તિઓ નાળાના પાણીના પ્રવાહમાં ગરકાવ થઇ ગયા હતા. બનાવની જાણ બોટાદ નગરપાલિકા ફાયર ટીમને થતા તાત્કાલીક ઘટના સ્થળે પહોચી બચાવની કામગીરી હાથ ધરવામા આવી હતી. ફાયર ટીમ દ્વારા બે વ્યક્તિઓને બચાવી લેવામા આવ્યા હતા. જ્યારે તા.30/8/20ના રોજ સવારના સમયે ફાયરની ટીમ દ્વારા શોધખોળ કરતા ધીરુભાઇ બબાભાઇ ચુવાળીયાની લાશ મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...