ફરિયાદ:બોટાદમાં યુવકને લેતીદેતી મુદ્દે 3 લોકોએ ધમકી આપી

બોટાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી

બોટાદમાં રાજપૂત ચોરામાં રહેતા વિજયરાજસિંહ ભરતસિંહ સિંઘવ પૈસાની લેતીદેતી બાબતે બોટાદમાં રહેતો ભરત કમેજળીયા અને અન્ય બે અજાણ્યા ઇસમોએ સી.જે ફાઇનાન્સની ઓફિસમાં તોડફોડ કરી વિજયરાજસિંહ સિંઘવને જાનથી મારી નાખવાની ધમકી આપતા બોટાદ પોલીસે 3 આરોપી સામે ગુનો નોંધ્યો છે.

બોટાદમાં રાજપૂત ચોરામાં રહેતા વિજયરાજસિંહ ભરતસિંહ સિંઘવને ચુડા તાલુકાના ચોકડી ગામના મહાવીરસિંહ સિંઘવ સાથે પૈસા બાબતે તકરાર ચાલે છે. મહાવીરસિંહ સિંઘવે વિજયરાજસિંહ અને તેમના પરિવાર ઉપર હુમલાઓ કરાવ્યા છે.

તેવી જ રીતે 28 સપ્ટેમ્બરે વિજયરાજસિંહ સિંઘવ ગઢડા રોડ ઉપર આવેલ તેમની ફાઈનાન્સની ઓફિસે પહોંચી તાળા ખોલી શટર ઊંચું કરતા હતા તે દરમિયાન બોટાદમાં રહેતો ભરત કમેંજળીયા આવ્યો હતો અને તેની સાથે 3 અજાણ્યા માણસો લોખંડનાં પાઈપ લઈ મારવા જતા વિજયરાજસિંહ દોડીને બાજુની ફાઈનાન્સની ઓફિસમાં જતા રેહતા બંને ઇસમોએ પાઈપથી સી.જે. ફાઈનાન્સની ઓફીસનાં દરવાજા ઉપર તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાશી છુટ્યા હતા.

આ અંગે તા. 6 ઓક્ટોબરે વિજયરાજસિંહ ભરતસિંહ સિંઘવે બોટાદ પોલીસ સ્ટેશનમાં ભરત કમેજળીયા અને તેની સાથે આવેલ 2 અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...