• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • 3 Killed When Car Full Of Passengers Heading To Kheda Mataji's Darshan Collided With A Truck On Pipli Vataman Road In Dholera

ગમ્ખવાર અકસ્માત:ખેડા માતાજીના દર્શને જઇ રહેલા મુસાફરો ભરેલી કારને ધોલેરાના પીપળી વટામણ રોડ પર ટ્રકે ટક્કર મારતાં 3ના મોત

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં ઇકો કારનો ભુક્કો બોલાઇ ગયો હતો. - Divya Bhaskar
અકસ્માતમાં ઇકો કારનો ભુક્કો બોલાઇ ગયો હતો.
  • સામેથી આવતી ટ્રક ટકરાતાં કારનો આગળના ભાગનો ભુક્કો બોલાઇ ગયો, 2 લાશને મહામહેનતે બહાર કાઢવી પડી
  • ટ્રક અને કાર સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો, ટ્રક ડ્રાઇવર ઝડપાયો

ધોલેરા તાલુકાના પીપળી વટામણ રોડ ઉપર સવારનાં સમયે ઈકોકાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઈકોના ચાલક સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે બે લોકોને ઈજા પહોચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતા ધોલેરા પોલીસ ઘટના સ્થળે પહોચી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો.

પોલીસ સુત્રો દ્રારા મળતી માહીતી મુજબ પીપળી વટામણ રોડ ઉપર તા.10/7/22 ના સવારના 10 કલાકે ટ્રક અને ઈકોકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઈકો ચાલક સહિત ત્રણ લોકો સુખાભાઈ જેઠાભાઈ મકવાણા (રહે. શિહોર જિ. ભાવનગર), ગોવીંદભાઈ હમીરભાઈ ગોહિલ (રહે. ઈશ્વરીયા તા. શિહોર) અને રાજુભાઈ લખમણભાઈ ખાંભલીયા (રહે રામધણી તા. શિહોર જિ. ભાવનગર) તમામ રબારીના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.

જ્યારે ઈજાગ્રસ્ત ગાંડાભાઈ કમાભાઈ જોટાણા (રહે. મોટા જીથરી તા.શિહોર) બુધાભાઈ ડાયાભાઈ જોટાણા (રહે. મોટા સુરકા તા. શિહોર)ને ગંભીર ઈજાઓ થતા સૌપ્રથમ ધંધુકાની આર.એમ.એસ હોસ્પિટલ અને ત્યાથી વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પીપળી, વટામણ અને બગોદરા ની ત્રણ 108 ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામા આવ્યા હતા.

જ્યારે ધોલેરા પોલીસ ટીમે ઘટના સ્થળે પહોચી ટ્રાફીક ખુલ્લો કરી મૃતકની લાશોને પી.એમ. માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. આ ઘટના અંગે ગાંડાભાઈ કમાભાઈ જોટાણાએ ધોલેરા પોલીસ સ્ટેશનમાં ટ્રક ડ્રાઈવર વિરૂધ્ધ ગુનો નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ પી.એન.ગોહિલ ચલાવી રહ્યા છે. ઈકોમાં સવાર તમામ રબારી સમાજના લોકો શિહોરથી ખેડા માતાજીના દર્શન માટે જઈ રહ્યા હતા. ત્યારે પીપળીથી વટામણ બાજુ 1 કિલોમીટર વટામણ બાજુથી આવતી ટ્રક સાથે સામ સામે અકસ્માત સર્જાતા રસ્તામા જ ઈકો ડ્રઈવર સહિત ત્રણ લોકોન મોત નિપજ્યા હતા.

અકસ્માત એટલો ગંભીર હતો કે ઈકોકારનો આગળનો ભાગનો છુંદો થઈ જતા ઈકોકાર ચાલક અને બાજુમા બેઠેલી વ્યક્તિ અકસ્માત થતા ઈકોમાં ફસાઈ ગયા હતા જેના લીધે ઘટના સ્થળે મોત નિપજ્યા હતા આ બન્નેની લાશને મહામુશીબતે બહાર કાઢવામાં આવી હતી આ અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઈવર રાજુ દુર્ગાલાલ દતાયા રહે. જાંબુઆ એમ.પી. અકસ્માત સર્જી ટ્રક ઘટના સ્થળે મુકી નાસી છુટ્યો હતો પરંતુ ધોલેરા પોલીસે આ નાસીછુટેલ ડ્રાઈવરની ગણતરીના કલાકોમાં ધડપકડ કરી જેલ હવાલે કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...