સાળંગપુર ગામની ઘટના:3 ઈસમે દુકાન ખાલી કરવા માટે તોડફોડકરી

બોટાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકને મારી નાખવાની ધમકી આપી

બરવાળાના સાળંગપુર ગામે આદિત્ય સોડા સોપ ને બંધ કરવવા 3 ઇસમે દુકાને હાજર યુવકને ગાળો આપી તોડફોડ કરતાં યુવક દુકાન ખુલ્લી મુકીને જતો રહ્યો હતો. જે અંગે બરવાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.

સાળંગપુર ગામે રહેતા મહેશભાઈ બોઘુભાઈ ખાચર જેઓની સાળંગપુર હનુમાનજી મંદીરના ગેટ સામે આદિત્ય સોડ સોપ નામની દુકાન આવેલી છે તા.3 માર્ચે મહેશભાઈ લોકાએ ગયેલા જેથી તેમની દુકાને તેમનો દિકરો ધર્મદિપ હાજર હતો.

ત્યારે ગામના જ ગોણા ઉર્ફે અરજણ રઘુભાઈ લામકા, પિન્ટુ ગોણા ઉર્ફે અરજણ અને ફારૂક ખેતાભાઈ ભરવાડ આ ત્રણેય ઈસમોએ દુકાને આવીને કહ્યું હતુ કે તેઓને આ દુકાન માલિક સાથે જુની અદાવત છે. જેથી આ દુકાન ચાલુ રહેવા દેવાની નથી અને દુકાનની બાર તોડફોડ કરી દુકાન ખોલીશ તો મારી નાખવાની ધમકી આપતા ધર્મદિપ દુકાન ખુલ્લી મુકી ઘરે જતો રહો હતો. જેથી આ બનાવ અંગે મહેશ બોઘુભાઈ ખાચરે ગોણા ઉર્ફે અરજણ રઘુભાઈ લામકા, પિન્ટુ ગોણા ઉર્ફે અરજણ લામકા અને ફારૂક ભરવાડ વિરૂધ્ધ બરવાળા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...