રેશનિંગનો ગેરકાયદે જથ્થો:રેશનિંગના 73 કિલો ઘંઉ, 1665 કિલો ચોખા સહિત 2.88 લાખના અનાજ સાથે 3 પકડાયા

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બરવાળાના ખમીદાણા પાસેથી રેશનિંગનો ગેરકાયદે જથ્થો ઝડપાયો
  • રેશનકાર્ડ ધારકો રેશનિંગનો જથ્થો વેચતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું

બોટાદમાં ઘણા સમયથી રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવતો ઘઉં ચોખાનો જથ્થો, રેશનકાર્ડ ધારકો દ્વારા વેચાણ કરવાના કારોબાર ઉપર બરવાળા મામલતદાર સી.આર.પ્રજાપતિ દ્વારા કડક વલણ દાખવી લાલ આંખ કરી અનઅધિકૃત ઘઉં-ચોખાના અનાજનો 1739 કિ.ગ્રા.જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બરવાળા તાલુકાના ખમીદાણા ગામ પાસે રેશનકાર્ડમાં વિતરણ કરવામાં આવતો ઘઉં, ચોખાનો જથ્થો તેમજ બાળભોગના પેકેટનો જથ્થો અનઅધિકૃત રીતે વેચાણ તેમજ ખરીદી કરવામાં આવતું હોવાની મળેલી બાતમીના આધારે સી.આર.પ્રજાપતિ મામલતદાર બરવાળા તેમજ મહેશ બલિયા નાયબ મામલતદાર પુરવઠા શાખા સહિતના કર્મચારીઓ દ્વારા બરવાળા નાવડા હાઇવે ઉપર તા.19/10/2022ના રોજ દરોડો પાડતાં રિક્ષા તેમજ વાનમાંથી 73 કિલો ઘઉં તેમજ 1665.87 કિલો ચોખા કુલ કટ્ટા 26 તેમજ બાલભોગનાં નાના-મોટા 21 પેકેટ્સ મળી કુલ 1739 કિલો ઘઉં, ચોખા, બાલભોગનાં તેમજ રિક્ષા તેમજ વાન મળી કુલ રૂપિયા 2,88,585નો મુદ્દામાલ જપ્ત કરી તોફીક ઇલ્યાસભાઈ મોદન, રાહિલ હસનભાઈ વહોયા, સાહીલ અબ્બાસભાઈ વહોયા(તમામ રહે.હરણકુઈ,સાળંગપુર રોડ, બોટાદ)પાસેથી અનઅધિકૃત ઘઉં, ચોખા, બાળભોગનાં જથ્થા અંગેના ખરીદ-વેચાણ અંગેના બીલો કે પરવાનગી કે અન્ય કોઈ પુરાવાઓ રજુ કરવામાં નહીં આવતા ઘઉં, ચોખા, બાલભોગનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. સિઝ કરવામાં આવેલ જથ્થા બાબતે કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી. જપ્ત કરવામાં આવેલ ઘઉં-ચોખાનો અનાજનો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ રેશનકાર્ડ ધારકો પાસેથી ખરીદ કર્યાનું તપાસમાં ખુલવા પામ્યું છે.

બરવાળા મામલતદાર સી.આર.પ્રજાપતિના જણાવ્યાં મુજબ સરકારના પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજની દુકાનો મારફતે ઘઉં,ચોખા સહીતનાં અનાજનું વિતરણ રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવે છે પરંતુ અમુક ઇસમો દ્વારા તે અનાજનું અનઅધિકૃત વેચાણ તેમજ ખરીદી કરવામાં આવે છે તેવા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...