ચોરી કરી તસ્કરો ફરાર:ધોલેરાના કાદીપુર ગામની સીમમાં મોબાઈલ ટાવરમાંથી 3 બેટરીની ચોરી

બોટાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 48 વોલ્ટની રૂ.2,03,607ની 3 બેટરી ચોરી કરી તસ્કરો ફરાર

ધોલેરા તાલુકાના કાદીપુર ગામની સીમમાં ધોલેરા વટામણ હાઈવે રોડની નજીકમાં આવેલ જીયો કંપનીના મોબાઈલ ટાવરની 48 વોલ્ટની રૂ.2,03,607 ની 3 બેટરી ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. પોલીસ સુત્રો દ્રારા મળતી માહીતી મુજબ ધોલેરા ના કાદીપુરની સીમમાં ધોલેરા વટામણ હાઈવે નજીક જીયો કંપનીનો મોબાઈલ ટાવર આવેલ છે.

આ મોબાઈલ ટાવરોનુ મેન્ટેનન્સ અને ઓપરેશનનુ કામ કાજ પ્રતાપ ટેક્નોક્રેક્રેટ પ્રાવેટ લીમીટેડ કંપની એસ.જી.હાઈવે અમદાવાદ દ્રારા કરવામાં આવે છે આ કંપનીમાં એસ્ટેટ મેનેજેર તરીકે નોકરી કરતા મહમદ કલીમ મહમદનજીર શેખે કાદીપુરની સીમમાં આવેલ ટાવરની દેખરેખ રાખવા માટે મનોજભાઈ દેવજીભાઈને ટેક્નીશ્યલ તરીકે રાખવામાં આવ્યા છે.

તા.12ના રોજ મહમદ કલીમ મહમદનજીરને સવારના 9:00 વાગ્યે ટેક્નીશીસન મનોજભાઈ પનારાનો ફોન આવ્યો હતો કે જીયો કંપનીના સર્વેલ્નસ સિસ્ટમમાંથી જાણ કરવામાં આવી હતી કે કાદીપુર ગામની સીમમાં આવેલ જીયો કંપનીનો મોબાઈલ ટાવર નંબર ડી.એચ.ડી.કે.9012 નો કેમેરો બંધ આવે છે. જેથી તેમને ટાવરવાળા સ્થળ ઉપર જઈ તપાસ કરતા ટાવરના વાયર કોઈ કાપી નાખેલ હતો. અને

ઓ.ડી.સી. કેબીનમાંથી 3 બેટ પેક લીથીયોન 48 વી 100 ACHLR 19 વીજીયોન કંપનીની 3 બેટરીઓ ની ચોરી થયેલી છે તેવી જાણ ફોન દ્રારા ટેક્નશીયન મનોજભાઈ પનારાએ કરી હતી. આથી મહમદ કલીમ મહમદનજીર તરત જ અમદાવાદથી નિકળી કાદીપુર ગામે આવી ટેક્નીશ્યન મનોજભાઈ સાથે જઈ બેટરીની ચોરી થઈ હતી

તે જીયો કંપનીના તે ટાવરે આવીને જોયુ 3 બેટરીઓની ચોરી થયેલી હતી જે એક બેટરીની કિંમત રૂ.67869 લેખે ત્રણ બેટરીની કિં.રૂ. 2,03,607 ની ચોરી થઇ હતી. આ અંગે મહમદ કલીમ મહમદનજીર શેખે બેટરી ચોરી કરનાર વિરૂધ્ધ ધોલેરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...