કાર્યવાહી:બોટાદના નાગલપર ગામે ભત્રીજાની હત્યા કરનાર 3 આરોપી ઝડપાયા

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ તાલુકાના નાગલપર ગામે 7 સપ્ટેમ્બર 2022 નો રોજ કાકા અને તેના બે પુત્રો અને ત્રણ મહીલાઓ મળી 6 વ્યક્તિઓએ ભત્રીજાનું તીક્ષ્ણ હથીયારનાં ઘા મારી ઢીમ ઢાળી દીધુ હતુ જેને પગલે બોટાદ પોલીસે તપાસ હાથ ધરતા 3 આરોપીની ધડપકડ કરી લીધી હતી જ્યારે ત્રણ મહીલા આરોપીઓ હજી સુધી ઝડપાઈ નથી.

બોટાદના નાગલપર ગામે શેઢામાં ચાલવા જેવી નજીવી બાબતે કાકા લાલજીભાઈ ખોડાભાઈ કીહલા અને તેમના 2 પુત્રો અને 3 મહીલાઓ દ્રારા તીક્ષ્ણ હથીયાર વડે ભત્રીજા કરશનભાઈ ગોવિંદભાઈ કીહલા ઉ.વ. 40 ઉપર જીવણેલ હુમલો કરતા મોત નીપજ્યુ હતુ જેને લઈ વનરાજભાઈ કીહલાએ તેમના કાકા અને તેમના બે પુત્રો તેમજ ત્રણ મહીલાઓ વિરૂધ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા બોટાદ પી.આઈ. વી.પી.ગોલે તપાસ કરતા આ હત્યાના ત્રણ આરોપીઓ લાલજી ખોડાભાઈ કીહલા ઉ.વ.52, વિપુલ લાલજી કીહલા ઉ.વ.27 અને દીનેશ લાલજી કીહલા ઉ.વ. 23ની ધડપકડ કરી લીધી હતી જ્યારે ત્રણ મહીલા આરોપીઓ પોલીસ પકડથી હજી દુર છે.

અન્ય સમાચારો પણ છે...