કાર્યવાહી:બોટાદમાં નેપાળી યુવકના મર્ડરમાં સંડોવાયેલા 3 આરોપી ઝડપાયા

બોટાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓએ નેપાળી યુવકને લાકડીના ઘા મારી મર્ડર કર્યું હતું

બોટાદમા થયેલ નેપાળી યુવાકના મર્ડરના ત્રણ આરોપીને બોટાદ પોલીસે ગણતરીની કલાકોમા ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના જુની સરવઇ ગામની સીમમાં એક અજાણ્યા નેપાળી યુવાનની લાશ મળી હતી.

આ મૃતક યુવાકની પોલીસ દ્વારા તપાસ કરતા તે કરણભાઇ પ્રેમસિંહ વિશ્વકર્મા ઉ.વ.33 રહે બોટાદ મહાજનની વાડી મૂળ, નેપાળનો હોવાનુ જાણવા મળતા પ્રથમ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામા આવ્યો હતો. બાદ કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતેથી મૃતકના મોટાભાઈ અંતીમવિધી માટે બોટાદ ખાતે આવી કમલ રતનસિંહ વિશ્વરર્મા હાલ રહે. ઉગામેડી તા. ગઢડા, ભરત બહાદુરસિંહ ઉર્ફે વિક્રમસિંહ જનાલા રહે. લાઠીદડ તા. બોટાદ અને બહદુર ઉર્ફે વિક્રમસિંહ જનાલા રહે. હીફલી બોટાદને પોતાના નાના ભાઇનું ખુન કર્યુ હોવાની બોટાદ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી.

ફરીયાદના આધારે પોલીસ મહાનીરીક્ષક અશોક કુમાર IPS, ભાવનગરની સુચના મુજબ બોટાદ જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા અને નાયબ પોલિસ અધીક્ષક એસ.કે.ત્રિવેદીની સૂચના અને માર્ગદર્શન મુજબ બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર જે.વી.ચૌધરીએ આ મર્ડના ત્રણેય આરોપી કમલ રતનસિંહ વિશ્વરર્મા હાલ રહે. ઉગામેડી તા. ગઢડા, ભરત બહાદુરસિંહ ઉર્ફે વિક્રમસિંહ જનાલા રહે. લાઠીદડ તા. બોટાદ અને બહદુર ઉર્ફે વિક્રમસિંહ જનાલા રહે. હીફલી બોટાદને ઝડપી પાડી બોટાદ પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી આગવી ઢબે પુછપરછ કરતા આરોપીઓ ભાંગી પડ્યા હતા.

મૃતક કરણભાઇ પ્રેમસિંહ વિશ્વકર્માને લાકડી વડે માર મારી મોત નિપજાવ્યુ હોવાનું કબૂલાત કરતા. ઉપરોક્ત ત્રણેય આરોપીઓ વિરુધ્ધ પોલીસે કયદેસરની કાર્યવાહી કરી ડિસ્કવરી પંચનામા મુજબ આરોપી એ ગુન્હામાં ઉપયોગ કરેલ હથિયાર,લાકડી કબ્જે કરી નામદાર કોર્ટમાં આરોપીઓને રજુ કરતા આરોપીઓના વોરંટ ભરી આપતા જેલ હવાલે કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...