તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:કોરોનામાં મૃત્યુ પામેલા 3 પોલીસ કર્મીના પરિવારને 25 લાખની સહાય

બોટાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ ખાતે રેન્જ આઇજીના હસ્તે રાજ્ય સરકારની રૂપિયા 25 લાખની સહાયના ચેક અર્પણ કરાયા

કોરોનાની બંને લહેરોમાં બોટાદ જિલ્લામાં નાગરિકોની સુરક્ષા માટે કાર્યશીલ અને સેવામગ્ન રહેનારા પોલીસ વિભાગની લોકડાઉન દરમ્યાન અને કોરોનાની બીજી લહેર વખતે ઉત્કૃષ્ટ કામગીરી રહી છે, પરંતુ પોતાની ફરજ બજાવતી વખતે કોરોના વાયરસથી સંક્રમિત થતા બોટાદ જિલ્લા પોલીસ પરીવારના 3 પોલીસ કર્મચારીઓના અવસાન થયા હતા.

બોટાદ જિલ્લામાં ફરજ બજાવતા અને કોરોના વાયરસથી સંક્રમિત થતા અવસાન પામેલ ત્રણ પોલીસ કર્મચારીઓ સુનિલભાઇ મોહનભાઇ વાળા, પોલીસ કોન્સ, પાળીયાદ પો.સ્ટે. તથા ઇશ્વરચંન્દ્ર નાથાજી સડાત, એ.એસ.આઇ. બોટાદ પો.સ્ટે. તથા પ્રવિણસિંહ બનેસિંહ પરઘવી, એ.એસ.આઇ. હેડ ક્વાર્ટરના આશ્રિતોને સરકાર દ્વારા જાહેર કરેલા રૂ.25 લાખની સહાય અંગેની દરખાસ્તો પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા અંગત રસ દાખવી વડી કચેરીને મોકલવામાં આવી હતી. સરકાર દ્વારા ઉક્ત દરખાસ્તો સમયસર મંજુર કરવામાં આવી હતા.

મંગળવારે બોટાદ ખાતે પોલીસ હેડ ક્વાર્ટરમાં મર્હુમ પોલીસ કર્મચારીઓના આશ્રિતોને રૂ.25 લાખની સહાયના ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ અશોક કુમાર, IPS, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર ના અધ્યક્ષસ્થાને પોલીસ પરીવારની હાજરીમાં યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...