તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:બોટાદ જિલ્લામાં વધુ 24 ચેપગ્રસ્ત, 2ના મોત

બોટાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

બોટાદ જિલ્લામા તા. 1/5/21ના રોજ આરોગ્ય વિભાગ દ્વારા 754 લોકોના સેમ્પલ લેવામા આવ્યા હતા જેમાથી કુલ 24 લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા જ્યારે 19 લોકો કોરોના મ્હાત આપી પરત ઘરે ફર્યા છે જ્યારે હાલમા 212 દર્દીઓ કોરોના સારવાર હેઠળ છે.

બોટાદ જિલ્લામાં તા. 1 મેના રોજ પોઝીટીવ આવેલા દર્દીઓ જેમાં બોટાદ તાલુકાના સમઢિયાળા ગામે, તુરખા, કારીયાણી, કેરીયા-1, બોટાદ શહેરના પાળીયાદ રૉડ, પાંચપડા, મોરારીનગર, આનંદધામ સોસાયટી, ચકલા ગેટ, મોટીવાડી, ભગવાનપરા, ગઢડા શહેરમા, ઉગામેડી રોડ, ક્રિષ્ના હોટલ પાછળ, ગઢડા તાલુકાના કેરાળા ગામે, માંડવધાર, ગોરડકા, લીંબાળી, જ્યારે રાણપુર તાલુકાના જાળીલા અને નાગનેશ વગેરે ગામોમા અને શહેરોમા કુલ 24 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી એક દિવસે વધારે તો બીજા દિવસે ઓછા કેસ નોંધાઇ રહ્યા છે. લાંબા સમય બાદ જિલ્લામાં 2 લોકોના મોત થયા હતા. મોતનો આંકડો વધુ હોવાનું જણાઇ રહ્યું હોવા છતાં સરકારી તંત્ર મોતનો આંકડો છુપાવીને નાગરિકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જો લોકો જાતે જ સાવચેતી નહીં રાખે તો આગામી સમય ખુબ ભયંકર સ્થિતિનું નિર્માણ થાય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો