બોટાદમાં પાળિયાદ રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં અજાણ્યા ઇસમોએ બંધ મકાનમાં પ્રવેશ કરી સોના, ચાંદી, મોબાઈલ, તાંબા પીતળની વસ્તુ અને રોકડ રૂપિયા સહીત રૂ.2 લાખ 38 હજારના મત્તાની ચોરી કરી નાશી છુટ્યા હતા.
પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ બોટાદમાં પાળિયાદ રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહેતા દેવેન્દ્રભાઈ જયંતિલાલ જોષી તા.7/5/22 નાં રોજ સાંજના 7.૦૦ કલાકે ઘરે તાળા મારી તેમના ભત્રીજાના ઘરે ઘરે ગયા હતા.
તે રાત્રીના સમયે કોઈ અજાણ્યા ઈસમો ઘરના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં રાખેલ સોના ચાંદીના દાગીના કી.રૂ.1,60,200 રોકડ રૂપિયા 70,980, બે મોબાઈલ કી.રૂ. 5,700, તાંબા પીતળ સ્ટીલની વસ્તુ કી.રૂ.1700 મળી કુલ રૂ. 2,38,580 નાં મત્તાની તસ્કરી કરી તસ્કરો નાશી છુટ્યા હતા.
આ બનાવ અંગે તા.17/5/22 નાં રોજ દેવેન્દ્રભાઈ જોષીએ બોટાદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાતા વધુ તપાસ પી.આઈ. જસવંતકુમાર ચૌધરી ચલાવી રહ્યા છે. બોટાદની સોસાયટીમાંથી મોટી રકમની ચોરી થતાં ચકચાર મચી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તસ્કરોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.