પરીવાર સાથે મીલન:બોટાદમાંથી ગુમ થયેલી 21 વ્યક્તિને શોધી લેવાઇ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 વર્ષમાં ગુમ થયેલા 14 સ્ત્રી, 4 પુરુષ અન 3 બાળકીને પોલીસે શોધી કાઢ્યા

બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ગુજરાત રાજ્યમાં અને ગુજરાત રાજ્ય બહાર દીલ્હી, હરીયાણા, ઉતર પ્રદેશ, રાજસ્થાન, વગેરે રાજ્યોમાંથી 18 જેટલા ગુમ થયેલ વ્યક્તિઓને અને ત્રણ સગીર વયની બાળકીને શોધી કાઢી તેમનું પરીવાર સાથે મીલન કરાવવામાં આવ્યુ હતુ. ગુમ વ્યક્તિઓને શોધી કાઢવા જિલ્લામાં તા.15/05/22થી તા.31/05/22 દરમ્યાન ડ્રાઇવ રાખવામાં આવી હતી.

ટીમોને સમગ્ર ગુજરાત રાજ્યમાં તથા દીલ્હી, હરીયાણા, ઉતર પ્રદેશ, રાજસ્થાન, વગેરે રાજ્યોમાં મોકલવામાં આવેલ. જેના પરીણામે કુલ-18 જેટલા ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢી તેમનું પરીવાર સાથે મીલન કરાવવામાં આવેલ છે. ઉપરાંત સગીર વયની ત્રણ બાળકીઓને પણ શોધી કાઢવામાં આવી હતી અને તેમના અપહરણના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

આમ, વર્ષ-2011 થી વર્ષ 2022 સુધીના સમયગાળામાં ગુમ, અપહરણ થયેલ કુલ-21 વ્યક્તિઓ કે જેમાં 14 સ્ત્રી, 4 પુરૂષ અને 3 બાળકીઓનો સમાવેશ થાય છે. જેઓને ગુમ, અપહરણ ઝુંબેશના ભાગ રૂપે બોટાદ જીલ્લા પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા. આમ બોટાદ જીલ્લા પોલીસ દ્વારા પરીવારથી વિખુટા થયેલા લોકોને શોધી કાઢી તેમનું પરીવાર સાથે મીલન કરાવી માનવતા સભર કામગીરી કરી છે.

અન્ય સમાચારો પણ છે...