તમામ વિક્રમ તોડ્યા:વિરમગામ વિધાનસભા બેઠક પર 2022ની ચૂંટણીએ લીડમાં 1962 સુધી તમામ વિક્રમ તોડ્યા

રામપુરા ભંકોડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે હાર્દિક પટેલ સૌથી વધુની 51555 લીડ સાથે પ્રથમ નંબરે
  • ​​​​​​​1990માં ભાજપના હરદત્તસિંહનો 21361 મતેથી વિજય થયો હતો

વિરમગામ વિધાનસભાની બેઠક પર ભાજપના હાર્દિક પટેલે સૌથી વધુ 51555 ની લીડ સાથે જીતનો ઇતિહાસ બનાવ્યો છે. પ્રથમ 1990 માં ભાજપના હરદત્તસિંહ જાડેજા 21361 મતની લીડથી જીત્યા હતા. 1962થી વિરમગામ અને માંડલ અલગ વિધાનસભા બેઠક બાદ 2009 ના નવા સીમકન બાદ 2012માં કોંગ્રેસના ઉમેદવાર ડો. તેજશ્રીબેન પટેલ 16887 વિક્રમી સરસાઈથી ભાજપના પ્રાગજીભાઈ પટેલને હરાવ્યા હતા. અત્યાર સુધીની સરસાઈની બાબતે બીજા નંબરે રહ્યા હતા. 2022 માં ભાજપના નેતા હાર્દિક પટેલે 51555ની વિક્રમ સરસાઈથી આપના અમરસિંહ ઠાકોર અને કોંગ્રેસના લાખા ભરવાડને હરાવ્યા છે. લાખા ભરવાડ ત્રીજા નંબરે રહેતા 10 વર્ષના કોંગ્રેસના ગઢમાં સોપો પડી ગયો છે.

મળતી માહિતી મુજબ ઘણા વર્ષો બાદ આટલી મોટી વિક્રમી સરસાઈથી ભાજપના ઉમેદવાર 51555ની લીડ સાથે વિજય બન્યા છે. 1962થી 2022 સુધી વિરમગામ અને માંડલ બંને બેઠકના વિજેતા ઉમેદવારો અને માર્જિન પ્રમાણે 1990 પ્રથમ ભાજપના હરદત્તસિંહ જાડેજા 21361ની વિક્રમી સરસાઈથી જીત્યા હતા. 2009ના સીમાંકન બાદ 2012માં કોંગ્રેસના ડો. તેજશ્રીબેન પટેલે ભાજપના પ્રાગજીભાઈ પટેલને 16887ની વિક્રમી સરસાઈથી હરાવ્યા હતા. ત્યારબાદ 2017માં કોંગ્રેસના લાખા ભરવાડે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ડો. તેજશ્રીબેન પટેલને 6,548 મતોથી હરાવ્યા હતા.

મુખ્ય રાજકીય પક્ષો અને અપક્ષો સાથે કુલ 14 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હાર્દિક પટેલને સૌથી વધુ 98627 મળ્યા હતા. બીજા નંબરે આમ આદમી પાર્ટીના અમરસિંહ ઠાકોરને 47072 મતો મળ્યા હતા અને ત્રીજા નંબરે કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય લાખા ભરવાડને 42412 મત મળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હાર્દિક પટેલ 51555ની વિક્રમની સરસાઈથી વિજય થતાં 1962થી 2022 સુધી સૌથી વધારે સરસાઈથી જીતના પ્રથમ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...