કાર્યવાહી:બોટાદના તરઘરા ગામમાં દારૂની બોટલ સાથે 2 ઝબ્બે

બોટાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂની 1 બોટલ તથા 1 બાઇક મળી કુલ રૂ. 20300નો મુદ્દામાલ ઝડપાયો

પાળીયાદ પોલીસે તરઘરા પાળીયાદ રોડ ઉપર માયકુલ આઈસ્ક્રીમની કંપની પાસે દારૂની 1 બોટલ, 1 બાઇક મળી કુલ રૂ.20300ના મુદ્દામાલ સાથે 2 ઈસમને ઝડપી લીધા હતા. પાળીયાદ પોલીસ સ્ટાફના માણસો તા.3 માર્ચે 4:15 વાગ્યે પેટ્રોલીંગમાં હતા ત્યારે તરધરા પાસેની માયકુલ આઈસ્ક્રીમની કંપની પાસે હાઈવે રોડ પર 2 ઈસમ બાઇક સાથે શંકાસ્પદ હાલતમા જોવા મળતા પોલીસે બન્નેના નામ પુછતા એકે પોતાનું નામ નિતેષ ઉર્ફે ભોલો ભરતભાઈ બારૈયા અને બીજાએ રમેશ જેરામભાઈ સાકળીયા રહે.બન્ને તરઘરા જણાવ્યુ હતુ ત્યારબાદ બન્નેની તપાસ કરતા તેમની પાસેથી દારૂની બોટલ કિ.રૂ.300 મળી આવી હતી. જેથી આ દારૂની બોટલ કોની પાસેથી લાવ્યા હોવાની પુછપરછ કરતા તેઓએ આ બોટલ તરઘરા ખાતે રહેતો જયદિપ કનુભાઈ ખાચર પાસેથી લાવ્યા હોવાનુ જણાવ્યુ હતુ. આ અંગે નિતેષ ઉર્ફે ભોલો ભરતભાઈ બારૈયા, રમેશ જેરામભાઈ સાકળીયા, જયદિપ કનુભાઈ ખાચર વિરૂદ્ધ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ ASI હરેશ ખેરાળીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...