કાર્યવાહી:બિલ વિના ફોન એસેસરીઝ વેચતા 2 દુકાનદાર પકડાયા

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 1,35,240નો મુદ્દામાલ કબ્જે કરાયો

બોટાદમાં જમીન ટોકીઝ પાસે આનંદધામ-૩ કોમ્પલેક્સમાં પહેલા માળે આવેલી અશોક મોબાઇલ અને જયરાજ મોબાઇલ નામની દુકાનોમાં એલસીબીએ રેડ પાડી બંને દુકાનદારને ઝડપી 1,35,240નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ઘરી છે.

પોલીસસૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જમીન ટોકીઝ પાસે આનંદધામ-3 કોમ્પલેક્સમાં એલસીબીએ રેડ કરી અશોક મોબાઇલ નામની દુકાનમાંથી દુકાનમાલિક અશોક કિશોરભાઈ માલી (રહે. બોટાદ ચકલા પાસે, ત્રીજી શેરી, બોટાદ)ને મોબાઇલની બિલ વગરની બ્લુટૂથ, ઇયરફોન, બેટરી, એડેપ્ટર, એરબડ્ઝ, હેડફોન વગેરે મળી કુલ રૂ. 92565ની એસેસરીઝ અને જયરાજ મોબાઇલ નામની દુકાનમાં દુકાનમાલિક જયરાજ મગનભાઇ વનાળિયા (રહે. બોટાદ ઠે. પાંચપડા, શ્રીજી નગર, બોટાદ)ને બ્લુટુથ, ઇયરફોન, બેટરી, એડેપ્ટર, એરબડ્ઝ, હેડફોન વગેરે મળી કુલ રૂ. 46275ની એસેસરીઝ મળી કુલ રૂ. 1,35,240નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ઘરી છે.

અન્ય સમાચારો પણ છે...