સુવિધાઓ:બોટાદ જિલ્લામાં 2 મતદાન મથક દિવ્યાંગ કર્મીઓ દ્વારા સંચાલિત થશે

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લામાં દિવ્યાંગો માટે મતદાન કરવા જવું વધુ સરળ બને તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી શાખા દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેથી વધુને વધુ દિવ્યાંગ મતદારો આ લોકશાહીના અવસરમાં ભાગીદાર બને. કોઈ દિવ્યાંગ મતદાર કે વરિષ્ઠ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે તેમને મતદાન માટે પ્રેરિત તથા જાગૃત કરવા માટે વિવિધ મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

મિતેશભાઈએ આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે જિલ્લા કલેક્ટર કચેરીની અંદર પ્રવેશ કરતા જ મને લોકશાહી એટલે શું? મતદાનનું કેટલું મહત્વ છે? તેના વિશે માહિતી મળી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત માહિતી વિભાગે મીડિયા સેન્ટર ઉભું કરીને ખુબ સરસ અને માહિતીસભર આયોજન કર્યુ છે. લોકશાહીનો પર્વ મહાપર્વ છે, જેમા દરેક નાગરિકે ભાગ લેવો જોઈએ. મત આપવો એ આપણી ફરજ છે. લોકશાહીમાં મતદાન કરીને આપણે આપણી ફરજ નીભાવવી જોઈએ. હું દિવ્યાંગ છું. પરંતુ માત્ર તનથી, મારા મનમાં સશક્ત લોકશાહીની પ્રબળ ભાવના વહી રહી છે. મને મતાધિકાર મળ્યો ત્યારથી મેં દરેક વખતે અચૂક મતદાન કર્યુ છે.

બોટાદ જિલ્લામાં તો મતદાનના ઓછામાં ઓછાં એક કલાક પહેલા કંટ્રોલ રૂમ નં. (02849) 271323 પર જાણ કરીને દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેરની સુવિધા પણ ઉપલબ્ધ થઈ શકશે, રો માટેના કંટ્રોલ રૂમ નં.(02849) 271323 પર નોંધણી કરાવીને મને ચૂંટણી વિભાગ મતદાન મથક સુધી પહોંચાડશે વિધાનસભા મતદાર વિભાગમાં 206-ગઢડા-16 સ્ટેશન રોડ અને બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં 188-બોટાદ-48 પાંચપડા એમ બે મતદાન મથકો દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત હશે.

અન્ય સમાચારો પણ છે...