તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બોટાદમાંથી ચોરીના 24 બાઇક સાથે 2 શખ્સ ઝડપાયા

બોટાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ જિલ્લા ક્રાઇમબ્રાન્ચની કામગીરીમાં 24 બાઇક કબજે લઇ 5.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

બોટાદ ક્રાઇમ બ્રાન્ચે બાઇક ચોરીમાં 2 ઇસમોને ઝડપી લઇ જિલ્લાની 6 સહિત સુરેન્દ્રનગર રેલવે પોલીસમાં નોંધાયેલા બાઇક ચોરીના 1 સહિત 9 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે કુલ 24 બાઇક કબજે લઇ 5.35 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, બોટાદ જિલ્લામાં વધી રહેલા બાઇક ચોરીના બનાવોને ઉકેલવા માટે અપાયેલી ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચનાને પગલે બોટાદ ક્રાઇમ બ્રાન્ચ બાઇક ચોરીના ગુના ઉકેલવા કામે લાગી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે, મહેશભાઇ ભુપતભાઇ બાવળિયા ચોરીનું નંબર પ્લેટ વિનાનું બાઇક લઇને ગઢડા તરફથી બોટાદ તાજપર સર્કલ તરફ આવી રહ્યો છે. જેથી પોલીસે વોચ ગોઠવી ઇસમને ઝડપી લીધો હતો.

આ ચોરીના બાઇક અંગે બોટાદ પોલીસમાં ગુનો નોંધાયો હતો. જેથી તેને વિશ્વાસમાં લઇ પૂછપરછ કરતાં તેણે બોટાદ જિલ્લામાંથી 6 તથા બહારના જિલ્લામાંથી 3 મળી કુલ 9 બાઇકની ચોરી કરી હતી. આરોપી પાસેથી કુલ 17 ચોરીના બાઇક કબજે લેવાયા હતા.તથા તેના મિત્ર મુકેશ વનાભાઇ ધોરિયા પાસેથી 7 મળી કુલ 24 બાઇક કુલ રૂ.5.35 લાખના કબજે લેવાયા હતા. પોલીસે બંનેની ધરપકડ કરી 24 બાઇક કબજે લઇ આગળની કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...