તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:ધંધુકાના શખ્સ સાથે મળી 2 શખ્સે બોટાદ જિલ્લામાંથી 28 બાઇક ચોરી

બોટાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બોટાદ LCB અને સ્થાનિક પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો

બોટાદ એલ.સી.બી અને જિલ્લા પોલીસે પોકેટ કોપની મદદથી એક સાથે 28 ચોરીના બાઇક સાથે બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવાના સુચના કરાઇ હતી.

જે અંતર્ગત તા.25ના રોજ બોટાદ એલ.સી.બી. સ્ટાફના પોલીસ ઇન્સપેક્ટર એ.બી.દેવધા અને એલ.સી.બી. સ્ટાફના બળદેવસિંહ ફતેસિંહ લીબોલા, નાસતા ફરતા સ્કોડના વનરાજભાઇ વિશુભાઇ બોરીચા, પરાક્રમસિંહ અનોપસિંહ ઝાલા, જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ ચુડાસમાં વિગેરે પોલીસ સ્ટાફનાં માણસો બોટાદ જીલ્લામાં મિલકત સબંધીત ગુનાઓ અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા, વીશુભાઇ બોરીચા અને જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ ચુડાસમાંને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે બે ઇસમો સાળંગપુર તરફથી એક ચોરીનુ બાઇક લઇને બોટાદ તરફ આવી રહ્યો છે.

જેમાં નંબર પ્લેટ લગાડાઇ નથી. જે બાતમી આધારે બે ઇસમો હરેશ ઉર્ફે હરી પ્રેમજીભાઇ મેટાલીયા (જાતે-કોળી પટેલ ઉ.વ.40 ધંધો-મજુરી રહે.મોદીફળી, સાંકડી શેરી, તા.ધંધુકા), પ્રેમજીભાઇ રવજીભાઇ બામરોલીયા (જાતે-ચુ.કો.પટેલ ઉ.વ.50 ધંધો- મજુરી રહે.નાવડા, તા.બરવાળા)ને એક બાઇક સાથે પકડી બંને ઇસમોને બાઇકના કાગળો બાબતે પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતા હોવાથી અને કોઇ સંતોષકારક જવાબ ન આપતા બાઇકના ચેસિસ.તથા એન્જીન નંબર પોકેટ કોપમાં સર્ચ કરી જોતા ભાવનગરનુ એડ્રેસ હતું.

જેના વિશે બંને ઇસમોની પુછપરછ કરતા બાઇક ભાવનગર ખાતેથી ચોરી કર્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બંને ઇસમોને એલ.સી.બી. કચેરી ખાતે લાવી વધુ પુછપરછ કરતા તેઓએ આ સિવાય અન્ય 27 મો.સા. ચોરીની કબુલાત કરતા કરી હતી. પોલીસે વિવિધ ટીમો બનાવી હતી. જેમાં રાણપુર પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. સી.એન.રાઠોડ તથા બોટાદ પોલીસ હેડ ક્વાર્ટર માં ફરજ બજાવતા ભગીરથસિંહ વીરસંગભાઇ અનુસંધાન પાના નં-3

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો