બોટાદ એલ.સી.બી. પોલીસે ક્રિકેટ 2મેચ ઉપર ઓનલાઈન જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે બોટાદમાં હિફ્લીમાં આવેલી મહાજનની વાડીમાંથી બે ઇસમોને રૂ. 14790નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ એલ.સી.બી. પોલીસ સ્ટાફના બળદેવસિંહ લીબોલા, વનરાજભાઈ બોરીચા,બળભદ્રસિંહ ગોહિલ, પરાક્રમસિંહ ઝાલા વગેરે તા.19/5/22બા રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે સાંજે 5.25 કલાકે ઝાલા નાઓએ બોટાદ હિફ્લીમાં રેઇડ પાડી નાગર મોહનભાઈ શેખ રહે. ખસરોડ બોટાદ, જયેશ ધીરૂભાઈ બેરાણી રહે. બારોડ શેરી બોટાદને રૂ. 14790નાં મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
જ્યારે વિમલ રામસિંગભાઈ ચૌહાણ રહે. બોટાદ ઝડપાયો ન હતો તેના વિરૂદ્ધ પણ બોટાદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આઇપીએલ ચાલી રહી છે ત્યારે જુગારીઓ પર જુગાર રમતા થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.