તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ધંધુકા-બરવાળા હાઇવે પર તગડી પાસે બસ-બુલેટ વચ્ચે અકસ્માતમાં 2 મોત

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને યુવકો મંગળવારે ખેતરમાં ચા આપીને પરત આવી રહ્યા હતા ત્યારે બેકાબૂ બસના ચાલકે બુલેટને અટફેટે લીધું હતું, ગામમાં શોકનો માહોલ

ધંધુકા બરવાળા હાઇવે ઉપર તગડી ગામે આકરૂ ગામના પાટીયા પાસે બરવાળાથી ધંધુકા તરફ જઇ રહેલી એસ.ટી. બસ અને બુટેલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બુટેલ પર સવાર તગડી ગામના બે યુવકોને ગંભીર ઇજાઓ પહોચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધંધુકા બરવાળા હાઇવે ઉપર તગડી ગામે આકરૂ ગામના પાટીયા પાસે તા. 15/6/21ના રોજ વહેલી સવારે 1.00 કલાકે બરવાળાથી ધંધુકા તરફ આવી રહેલી સ્લીપર કોચ એસ.ટી.ના ડ્રાઇવરે પુરઝડપે ગફલતાભરી રીતે રોંગ સાઇડમા ચલાવી બુલેટને અડફેટે લેતા બુલેટમાં સવાર તગડી ગામના બે યુવકો જેમાં બુલેટ ચાલક ધુવરાજસિંહ ભરતસિંહ ચુડાસમા (ઉવ. 26), અને તેમની પાછળ બેઠેલા યુવક કાળુભાઇ પુનાભાઇ કણઝરીયા (ઉ.વ. 65)ને ગંભીર ઇજાઓ પહોચતા ઘટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ.

બનાવની જાણ ધંધુકા પોલીસને અને 108 એમ્બ્યુલન્સને થતા તાત્કાલીક ઘટના સ્થળે પહોચી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમા એક સાથે બે યુવકોના મૃત્યુ થતા નાનાએવા તગડી ગામમા શોકનો માહોલ છવાય ગયો હતો. આ બનાવ અંગે જયદીપસિંહ રામદેવસિંહ પરમારે ધંધુકા પોલીસ સ્ટેશનમા એસ.ટી.બસના ડ્રાઇવર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પી.આઇ. સી.બી ચૌહાણ ચલાવી રહ્યા છે. બન્ને યુવકો રાત્રે ખેતરે ચા દઇને પરત ઘરે જતા હતા તે દરમિયાન આકરૂ ગામના પાટીયા પાસે પહોચતા એસ.ટી બસ ચાલકે બુલેટને અડફેટે લેતા બન્ને યુવકોના ઘટના સ્થળે મોત કમકમાટી ભર્યા મોત નિપજતા તગડી ગામમા શોકનો માહોલ છવાયો ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...