તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સરવા ગામેથી 2 અને નાના પાળિયાદથી 4 જુગારી પકડાયા

બોટાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 4 જુગારી ભાગી ગયા, કુલ રૂ.3130નો મુદ્દામાલ કબજે

બોટાદ તાલુકાના સરવા ગામે દેહુરી માના મંદિરની બાજુમાં બાવળની કાંટમાં જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીની આધારે પાળિયાદ પોલીસે રેઈડ પાડી જુગાર રમતા 6 જુગારીઓમાંથી 2 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે નાના પાળિયાદથી ચાર જુગારીઓને ઝડપી પાડ્યા હતા આ રેઇડ દરમિયાન સરવા ગામેથી ચાર જુગારીઓ ફરાર થઇ ગયા હતા.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાળિયાદ પોલીસ સ્ટાફના કાન્તીભાઈ દુમાદિયા, બુધેશભાઈ જોગવાનાં રોજ હોળી ધૂળેટીનાં બંદોબસ્તમાં હતા તે દરમ્યાન પેટ્રોલિંગ કરતા હતા તે દરમિયાન મળેલી બાતમીનાં આધારે બપોરે દેહુરીમાનાં મંદિરની બાજુમાં બાવળની કાંટમાં રેઇડ પાડતા જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા છ ઈસમોમાંથી બે ઇસમોને પોલીસે ઝડપી રૂ.600નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

જેમાં વિક્રમ જીકાભાઈ ભોજૈયા અને મેહુલ જીકાભાઈ ભોજૈયા બંનેને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે નટુ માધુભાઈ ભોજૈયા, રાજેશ પરાગભાઈ ભોજૈયા, કાળું ધીરૂભાઈ વહાણકિયા, બનુ રમેશભાઈ મીઠાપરા નાશી ગયા હતા. પાળિયાદ પોલીસે છ જુગારીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજી રેઈડમાં પાળિયાદ પોલીસે ગઢડિયા રોડ ઉપર રતનપર ગામની સીમમાં આવેલા હનુમાનજી મંદિર પાછળ લાઈટનાં અંજવાળે પૈસાની હાર જીતનો જુગાર રમતા ચાર જુગારીઓને રૂ. 2530નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જેમાં અશોક હંસરાજભિયા મેણીયા, વિપુલ અરજણભાઈ મેણીયા, હિતેશ હંસરાજભાઈ ધોલીયા, લાલજી ઓધાભાઈ મેણીયા તમમાં રહે. નાના પાળિયાદ તા. બોટાદ વાળાને પાળિયાદ પોલીસે રૂ. 2530નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ જુગારીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની કડક કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો