તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બોટાદમાં સરકારી ગોડાઉન સામેથી 2 જુગારી ઝડપાયા

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે જુગારી પાસેથી રૂ. 2330નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી

બોટાદમા સાળંગપુર રોડ સરકારી ગોડાઉન સામે 286 વારીયામાં જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે બોટાદ પોલીસે રેઇડ પાડી ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા બે જુગારીઓને ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ પોલીસ સ્ટાફના ગોકુળભાઇ ઉલવા, તગ્દીરસિંહ પરમાર, ઋષિરાજસિંહ ગોહિલ, ભાવેશભાઇ શાહ વગેરે તા. 29/6/21ના રોજ વહેલી સવારે પેટ્રોલીંગમા હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે સાળંગપુર રોડ ઉપર આવેલ સરકારી ગોડાઉન સામે 286 વારીયામા રેઇડ પાડતા જાહેરમા ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા બે ઇસમોને રૂ. 2330ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

આ રેઇડ દરમિયાન પોલીસે વિશાલ શામજીભાઇ ડાભી અને પ્રવિણ બેચરભાઇ ચૌહાણ રહે. બોટાદ બન્નેને ઝડપી પાડી બોટાદ પોલીસ સ્ટેશનમાં બન્ને જુગરીઓ વિરૂધ્ધ જુગારધારાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ શહેર તથા જિલ્લામાં જુગારીઓ બેફામ બન્યા હોય તેમ જુગાર રમી રહ્યા છે. ત્યારે પોલીસ પણ જુગારીઓને ઝડપવા કામે લાગી છે.

અન્ય સમાચારો પણ છે...