કોરોના વાઇરસ:જિલ્લામાં કોરોનાથી 2 મોત , 1 દિવસમાં 14 કેસ

બોટાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ-બોટાદ જિલ્લામાં કોરોનાના વધતા કેસોનો પગલે આરોગ્ય તંત્રમાં ચિંતા પ્રસરી
  • કન્ટેન્ટ અને બફર ઝોન જાહેર કરી કોરોન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરાઇ
  • ધોળકામાં 5, સાણંદમાં 3, દસક્રોઇના કણભામાં 4 અને કેશરડીમાં 1 કેસ નોંધાયો
  • 52 વર્ષીય પુરુષ અને 60 વર્ષીય વૃદ્ધાનું મોત

અમદાવાદ અને બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. શરૂઆત દિવસોમાં માત્ર મોટા શહેર પૂરતું કોરોનાો કહેર ગ્રામ્ય વિસ્તારોમાં વિસરતા ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. અને આરોગ્ય વિભાગ માટે પણ આ બાબત પડકારરૂપ બની રહી છે. દરમિયાન પ્રાપ્ત વિગતો મુજબ ધોળકામાં શુક્રવારે વધુ 5 કેસ, વિરમગામમાં 60 વર્ષીય વૃદ્ધાનું મોત, સાણંદના મોડસરમાં 2 અને મખીયાવમાં યુવતીને કોરોના પોઝિટિવ આવ્યો છે. ઉપરાંત વહેલાલના કણભામાં એકજ પરિવારના 4 લોકોને કોરોના થયો હતો. ત્યાં 1નું મોત નીપજ્યું હતુ઼. જ્યારે મુંબઇથી બાવળાના કેશરડી ગામમાં આવેલી મહિલા કોરોના પોઝિટિવ આવતાં કોરોન્ટાઇન સહિત સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...