તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બોટાદમાં 2 સ્થળેથી જુગાર રમતાં 2 ઝડપાયા, 6260નો મુદ્દામાલ કબજે લેવાયો

બોટાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક

બોટાદ પોલીસે પૂર્વ બાતમીના આધારે જુદી જુદી બે જ્ગ્યારે રેઇડ પાડી વરલી મટકાનો જુગાર રમાડતા બે ઇસમોને ઝડપી પાડી રૂ.6260 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ પોલીસ સ્ટાફનાં ભાવેશભાઈ શાહ, ઋષિરાજસિંહ ગોહિલ, વનરાજભાઈ ડવ, ગોકુલભાઈ ઉલ્વા વગરે માણસો તા.16ના રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે બોટાદ મહમ્મદનગર-4 પાસે કાજીના ભૂંગળા બટાકા લારી પાસે રેઇડ પાડી ઇલ્યાસભાઈ ઉર્ફે ઇલો ઇકબાલભાઈ વાલ્યાણીને રૂ. 2100નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજી રેઇડ ચકલા ગેઇટ પાસે પાડી વરલી મટકાના જુગાર રમાડતા દિનેશભાઈ ઇન્દુભાઈ જોષીને રૂ. 4160 મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

પોલીસે આ બંને આરોપી પાસેથી કૂલ રૂ. 6260નો મુદ્દામાલ કબ્જે કરી બોટાદ પોલીસ સ્ટેશનમાં બન્ને જુગારીઓ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ જિલ્લામાં જુગાર પ્રેમીઓ વિવિધ પ્રકારે જુગાર રમતા હોય છે. આગામી સમયમાં યોજાવાની મેચને લઇ પોલીસ પણ સક્રિય બની જુગારીને ઝડપી લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો