બરવાળા નગરપાલિકાની લાલ આંખ:બાકીદારોના 19 નળ કનેક્શન કાપવામાં આવ્યા; આગામી દિવસોમાં મિલકત સિલ સહિતની કામગીરી કરવામાં આવશે

બોટાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

બરવાળા નગરપાલિકા દ્વારા કરવેરાની વસુલાત અંગેની નક્કર કામગીરીની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં વિરાજ શાહ (ચીફ ઓફિસર)ની સુચના અનુસાર દિગ્વીજયસિંહ પઢિયાર (ટેક્ષ ઇન્સ્પેક્ટર), નીલેશ વસાણી સહિતના કર્મચારીઓ દ્વારા નગરપાલિકાના કરવેરા વસુલાતના મોટા બાકીદારોના 19 નળ કનેક્શનો કાપવામાં આવ્યા છે. જ્યારે 826 જેટલા મોટા બાકીદારોને નોટીસો પાઠવવામાં આવી છે. નગરપાલિકા દ્વારા બાકીદારોની મિલ્કતોના નળ કનેક્શન કાપવામાં આવતા બાકીદારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

વસુલાત ઝુંબેશ હાથ ધરી મોટા બાકીદારો સામે લાલ આંખ
બોટાદ જીલ્લાના બરવાળા નગરપાલિકાની સને 2022-23ના માંગણા સામે બાકી વસુલાત કરવેરાની અસરકારક કામગીરી અન્વયે નગરપાલિકાની વસુલાત શાખાના કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર બાકીદારોના કરવેરા ભરી જવા માંગણાબિલ તેમજ નોટીસો પાઠવી તાકીદ કરવામાં આવી હતી. તેમ છતા મિલ્કત ધારકો કરવેરા નહિ ભરવાના કારણે ન.પા. દ્વારા વસુલાત ઝુંબેશ હાથ ધરી મોટા બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવી હતી.

કરવેરો ભરી જવા અપીલ કરવામાં આવી
બરવાળા નગરપાલિકા દ્વારા નગરનાં તમામ મિલકત ધારકોને માંગણા નોટીસની બજવણી કરી દેવામાં આવી હતી. માંગણાબિલ ઇસ્યુ થઇ ગયેલા તેમજ નોટીસો પાઠવવા છતાં મિલકત ધારકો દ્વારા કરવેરો નહિ ભરવામાં આવતા નગરપાલિકાની વસુલાત શાખા દ્વારા સઘન વસુલાત ઝુંબેશનાં ભાગરૂપે ટેક્ષ વસુલાત ભરપાઈ નહીં કરનાર મોટા બાકીદારોના 19 નળ કનેક્શનો કાપવામાં આવ્યા હતા. જ્યારે 826 જેટલા મોટા બાકીદારોને કરવેરો ભરી જવા ખાસ અંતિત નોટીસ પાઠવવામાં આવી છે. ન.પા. દ્વારા મોટા બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવતા ફફડાટ મચી જવા પામ્યો હતો. તેમજ નગરપાલિકાની વસુલાત શાખા દ્વારા બાકીદારોને કરવેરો ભરી જવા અપીલ પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...