બોટાદ પાલિકામા પ્રમુખની ચુંટણીનો વિવાદ ચરમસીમાએ પહોચ્યો છે ત્યારે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ન.પા.પ્રમુખ ચુંટણીમા પક્ષના મેન્ડેટ વિરૂધ્ધ મતદાન કરનાર તમામ ભાજપના 18 સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામા આવ્યા છે. ત્યારે બાકિ રહેતા ભાજપનાજ 2 સભ્યો જે તટસ્થ રહ્યા હોવાનુ જણાવ્યુ હતુ તે અંગે સી.સી.ટી.વી. ફુટેજ જોતા આ બન્ને સભ્યોએ પક્ષના ઉમેદવારનેજ મત આપ્યો હોવાનુ જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યુ હતુ.
બોટાદ જુથવાદને લઇ પ્રમુખને રાજીનામુ દેવાની ફરજ પડી હતી નવા પ્રમુખ માટેની ચુંટણી તા.31/5/22ના રોજ યોજાઇ હતી જેમાંથી ધર્મીષ્ઠાબેન જોટાણીયાના નામનો મેન્ડેટ હોવા છતા ભાજપ પક્ષના જ મહિલા સભ્ય અલ્પાબેને ઉમેદવારી નોંધાવતા ભાજપના 18 અને કોંગ્રેસના 4 અને 1 સભ્ય જે ચુંટણીના આગલા દિવસે ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ થયેલ મળી કુલ 23 મત મળ્યા હતા જ્યારે પક્ષના ઉમેદવાર ધર્મીષ્ઠાબેનને 18 મત મળ્યા હતા બે સભ્યો તટસ્થ રહ્યા હતા જેથી ચુંટણી પ્રાંત અધિકારી દ્વારા અલ્પાબેનને પ્રમુખપદ માટે વિજેતા જાહેર કર્યા હતા.
આ સમગ્ર મામલે ભાજપના 18 સભ્યોએ પક્ષ વિરૂધ્ધ બળવો કરી પક્ષના વિરૂધ્ધમા મતદાન કરતા તમામે તમામ 18 સભ્યોને પક્ષમાંથી તાત્કાલિક બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કારી દેવામા આવ્યા હતા. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલાને આ સસ્પેન્ડ કરેલ 18 સભ્યોને કેટલા સમય માટે સસ્પેન્ડ કરવામા આવ્યા છે તે અંગે પુછતા તેમણે જણાવ્યુ હતુ કે કોઇ ચોક્કસ સમય નથી હોતો તેઓને હાલમા તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે.
તેમજ જે બે તટસ્થ રહેલ મત અંગે એટલે કે બે સભ્યએ એક પણ ઉમેદવારને મત નથી આપ્યો તે અંગે તેમને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે અમોએ ચુંટણી સભાખંડના સી.સી.ટી.વી ફૂટેજ જોતા આ બન્ને ઉમેદવારોએ પક્ષના ઉમેદવારોને મત આપ્યો હોવાનુ સ્પષ્ટ દેખાઇ આવ્યુ હતુ માટે પક્ષના ઉમેદવારને 18 નહીં પરંતુ 20 મત મળ્યા હોવાનું જણાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.