• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • 18 Die After Consuming Poisoned Liquor In Rojid Village, SIT Formed Under DYSP; A Police Convoy Arrived At Chokdi Village, Arresting The Liquor Maker seller

લઠ્ઠાકાંડથી 36 લોકોનો અ‘મંગળ’વાર:મહિલા બુટલેગર કેમિકલ સીધુ જ પાણીમાં પીવડાવતી, 15 આરોપીની ધરપકડ, 24 કલાકથી ગામોમાં હજુ પણ પરિવારોની રોકકળ

બોટાદ13 દિવસ પહેલાલેખક: સારથી સાગર, કિશન પ્રજાપતિ, મહિપાલ વાઘેલા

બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 36 લોકોનાં મોત થયા છે. જેમા બોટાદના 25 અને ધંધુકાના 11 વ્યક્તિના મોત થયા છે.30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જેમા અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતને સ્તબ્ધ કરનાર આ ઘટના સોમવારે બની હતી. લઠ્ઠાકાંડના જયેશ નામના મુખ્ય આરોપીની પીપળજથી ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ 600 લીટર કેમિકલ પૂરું પાડ્યું હતું. AMOS કેમિકલ કંપનીમાંથી મેથિનોલ લવાયુ હતુ. ATS,ક્રાઈમ બ્રાંચની ટીમ કંપની સુધી પહોંચી છે.

રોજિદમાં ગજુબેને કેમિકલ લોકોને આપ્યું હતું: એસ.પી
બોટાદ જિલ્લાના સર્જાયેલા કાંડ મામલે બોટાદ એસ.પી ડો. કરનરાજ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી હતી જેમા તેઓ જણાવ્યું કે, લઠ્ઠાકાંડનો પહેલો કેસ રોજિદ ગામમાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસની 10થી વધુની ટીમો બની ગઈ હતી. પોલીસે સરપંચ અને હેલ્થની ટીમને સાથે રાખી આસપાસના ગામોમાં તપાસ કરી હતી. રોજિદ ગામમાં ગજુબેને કેમિકલ પોતે લોકોને આપ્યું હતું. આ કેમિકલ ગજુબેને પીન્ટુ અને લાલ પાસેથી ખરીદ્યું હતું. 22 જેટલા મોત મામલે બરવાળા અને રાણપુરમાં પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. પોલીસે અલગ અલગ 21 જેટલા લોકોની પૂછપરછ ચાલુ કરી છે. બરવાળાની ફરિયાદમાં 13માંથી 7 આરોપીની ધરપકડ અને રાણપુરમાં 11 લોકો સામેની ફરિયાદમાંથી 6 લોકોની ધરપકડ કરી છે. આ કેમિકલ માંથી કોઈ દારૂ બનાવાયો નથી. કેમિકલ સીધો પાણીમાં નાખી પીવામાં આવ્યું હતું.

એસ.આર.પીની એક ટુકડી બરવાળા પહોંચી
કેમિકલ પીધા બાદ મોત થયાના મામલે એસ.આર.પીની એક ટુકડી બરવાળા પહોંચી હતી. નશા બંધીના ડાયરેક્ટર એમ.એ.ગાંધી બરવાળા પોલીસ સ્ટેશન પહોંચી હતી. છેલ્લા એક કલાકથી તપાસ સમિતિની બંધ બારણે મિટિંગ ચાલી રહી છે. મિટિંગ પૂર્ણ થયા બાદ સમગ્ર મામલો બહાર આવશે.

અત્યાર સુધીમાં 36 લોકોના મોતમાં રોજિંદમાં 9, પોલારપુરમાં 2, ભીમનાથમાં 1, ચદરવામાં 2, રાણપુરમાં 1, દેવગનામાં 3, રણપુરીમાં 1, કોરડામાં 1, ધંધુકા અને અન્ય મળીને કુલ 36 મોત નિપજ્યા છે. બીજીતરફ પોલીસે લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી જયેશ સહિત 14 લોકોની ધરપકડ કરી લીધી છે. રોજિદ ગામે મૃતકના પરિવારજનોની મુલાકાતે કોંગ્રેસનું મોવડી મંડળ પહોંચ્યું હતું. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના આગેવાનો રોજિદ પહોંચ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓના નામ
1 ગજુબેન વડદરિયા, રહેવાસી - રોજીંદ, બરવાળા
2 પીન્ટુ દેવીપૂજક, રહે. ચોકડી , બરવાળા
3 વિનોદ કુમારખાણીયા, રહે. નભોઈ
4 સંજય કુમારખાણીયા, રહે. નભોઈ
5 હરેશ આંબલિયા, રહે. ધંધુકા
6 જટુભા લાલુભા, રહે. રાણપરી
7 વિજય પઢિયાર, રહે. રામપરા
8 ભવાન નારાયણ, રહે. વેયા
9 સન્ની રતિલાલ, રહે. પોલારપુર
10 નસીબ છના, રહે. ચોકડી
11 રાજુ, રહે. અમદાવાદ
12 અજીત કુમારખાણીયા, રહે. ચોકડી
13 ભવાન રામુ, રહે. નભોઈ
14 યમન રસીક, રહે. ચોકડી

દિવ્યભાસ્કર પણ રોજિદ ગામે પહોંચ્યું
રોજિદ સહિત આસપાસના ગામોમાં મહિલા અને બાળકોના રડવાનાં આક્રંદથી સમ્રગ ગામ દ્રવી ઉઠ્યું હતું. આજે વહેલી સવારથી જ એકસાથે 5-5 મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી રહી છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં ઝેરી દારુ પિવાથી મોતને ભેટનાર લોકોનો આંકડો 36એ પહોંચ્યો છે. જેમાંથી 15 લોકો બરવાળા અને 9 લોકો ધંધૂકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ, મોડી રાતથી જ રોજિદ ગામમાં ATS સહિતનો પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. દિવ્યભાસ્કર પણ રોજિદ ગામે પહોંચ્યું છે. હાલમાં બરવાળા પોલીસે 14 બૂટલેગરો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. તમામ આરોપી ભેગા મળી ઈરાદા પૂર્વક દારૂમાં કેમિકલ ભેળવી લોકોના મોત નિપજાવ્યાનો ગુનો દાખલ કર્યો છે. રોજીદ, ચોકડી, નભોઈ, ધંધુકા, રાણપરી, વૈયા અને પોલાર પુર સહિતના ગામોના બૂટલેગર પર બરવાળા PSIએ ફરિયાદ દાખલ કરી છે.

અંતિમસંસ્કારમાં લોકોની ભીડ
અંતિમસંસ્કારમાં લોકોની ભીડ
હાલ રોજિદ ગામના સ્મશાનગૃહમાં જગ્યા ખૂટતા જમીન પર જ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે
હાલ રોજિદ ગામના સ્મશાનગૃહમાં જગ્યા ખૂટતા જમીન પર જ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે

એકસાથે 5-5 મૃતદેહની અંતિમયાત્રા નીકળી
લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 36 લોકોના મોત થયા છે જેમા રોજિદ ગામમાં મોતનો આંકડો 9 એ પહોંચ્યો છે. વહેલી સવારથી રોજિદ ગામમાં મૃતકોના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી છે. ગામમાં એકસાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળી છે. ગામના સ્મશાનમાં માત્ર બે જ ચિતા હોવાથી કેટલાકની અંતિમ વિધિ જમીન પર કરવામાં આવી રહી છે. બીજીતરફ અંતિમયાત્રા સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયું છે. હાલમાં ગામમાં માત્ર મૃતકોના પરિવાર જ નહિ પણ ગામ લોકોમાં પણ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે.

કમકમાટી ભરી આ તસવીર રોજિદા ગામની છે જ્યાં 5-5 મૃતદેહોને ટ્રેક્ટરમાં મૂકીને સ્મશાન લઈ જઈ રહ્યા છે
કમકમાટી ભરી આ તસવીર રોજિદા ગામની છે જ્યાં 5-5 મૃતદેહોને ટ્રેક્ટરમાં મૂકીને સ્મશાન લઈ જઈ રહ્યા છે

હાલ કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવને પગલે દારૂ બનાવનારા અને દારૂ વેચનારાની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DYSPની અધ્યક્ષતામાં SIT (Special Investigation Team)ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.

ચોકડી ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર તમામ લોકોએ ચોકડી ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતુ. ભાવનગર સિવાય કેટલાકને બોટાદની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ બોટાદ એસપી-ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ રોજિદના ગ્રામજનોએ ગામમાં દારૂબંધી કરાવવા માટે પંચાયતને પત્ર લખી રજૂઆત પણ કરી હતી.

આ દેશી દારૂના લઠ્ઠાકાંડથી ધંધુકા અને બરવાળા તાલુકાના ગામડાના લોકોનાં મોત થયાં હતાં
1. જયંતીભાઈ રામજીભાઈ ચેખલીયા ગામ ઉચડી તા.ધંધુકા
2. ગગજીભાઈ મોહનભાઈ ચેખલીયા ગામ ઉચડી તા.ધંધુકા,
3. બળદેવભાઈ હરજીભાઈ મકવાણા ગામ. અણીયાળી ભીમજી તા.ધંધુકા
4. હિંમતભાઈ મગનભાઈ વડદરીયા ગામ. અણીયાળી ભીમજી તા.ધંધુકા
5. કિશનભાઈ માવજીભાઈ ચાવડા ઉ.વ.37 ગામ.આકરુ તા.ધંધુકા
6. ભાવેશભાઈ માવજીભાઈ ચાવડા ઉ.વ.27 ગામ.આકરુ તા.ધંધુકા
7. પ્રવિણભાઈ બાળુભાઈ કુવારીયા ઉ.વ.30 ગામ.આકરુ તા.ધંધુકા
8. વશરામભાઈ શાંતિભાઈ પરમાર ઉ.વ.30 ગામ.રોજીદ તા. બરવાળા
9. ઘનશ્યામભાઈ વેરશીભાઈ રાતોજા ઉ.વ.34 ગામ.રોજીદ તા.બરવાળા
10. શાંતિભાઈ તળશીભાઈ પરમાર ઉ.વ.50 ગામ.રોજીદ તા.બરવાળા
11. અરવિંદભાઈ માધુભાઈ સિતાપરા ઉ.વ.35 ગામ.ચંદરવા તા.રાણપુર
12. ઈર્શાદભાઈ ફકીરભાઈ કુરેશી ગામ ચંદરવા, તા. રાણપુર
13. દિનેશ વહાણભાઈ વીરગામા ઉ.વ.37 ગામ.રોજીદ તા.બરવાળા
14. ભૂપતભાઈ વીરગામા ગામ રોજીદ
15. બહાદુરભાઈ લઘરભાઈ વલાણીયા ઉ.વ.50 રાણપુર

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લઠ્ઠાકાંડના દર્દીઓ
1. ચંદુભાઈ કાંતિભાઈ ચેખલીયા ગામ.ઉચડી તા.ધંધુકા
2. રમેશભાઈ મગનભાઈ વડદરીયા ગામ.અણીયાળી ભીમજી તા.ધંધુકા
3. મનસુખભાઈ કરશનભાઈ દેત્રોજા ગામ.અણીયાળી તા ધંધુકા
4. વિપુલભાઈ વિનુભાઈ કાવડીયા ગામ.રોજીદ.તા.બરવાળા
5. ટીકાભાઈ ભુપતભાઈ ખોડદા ગામ.રોજીદ.તા.બરવાળા
6. ધુડાભાઈ રણછોડભાઈ બળૉલીયા ગામ.રોજીદ.તા.બરવાળા
7. દિપકભાઈ રણછોડભાઈ બળોલીયા ગામ.રોજીદ.તા.બરવાળા
8. હિંમતભાઈ મુળજીભાઈ ગામ.રોજીદ.તા.બરવાળા
9. વિનુભાઈ હનુભાઈ ખોડદા ગામ.રોજીદ.તા.બરવાળા
10. દેવજીભાઈ નાનુભાઈ ખોડદા ગામ.રોજીદ.તા.બરવાળા
11. બળવતભાઈ શાંતિભાઈ પરમાર ગામ.રોજીદ.તા.બરવાળા
12. અનીલભાઈ બળદેવભાઈ પરમાર ગામ.રોજીદ.તા.બરવાળા
13. રમેશભાઈ રાજુભાઈ કાવીઠીયા ગામ.રોજીદ.તા.બરવાળા
14. વાલજીભાઈ પથાભાઈ ઝાલા ગામ.રોજીદ.તા.બરવાળા
15. ભરતભાઈ ભનાભાઈ કાવીઠીયા ગામ.રોજીદ.તા.બરવાળા
16. વિક્રમભાઈ ગોરાભાઈ ડાભી ગામ.રોજીદ.તા.બરવાળા
17. રાજેશભાઈ વાલજીભાઈ સોલંકી ગામ.રોજીદ.તા.બરવાળા
18. ઘનશ્યામભાઈ કલ્યાણભાઈ વિરગામા ગામ.રોજીદ.તા.બરવાળા
19. મુકેશભાઈ હમલભાઈ પરમાર ગામ.રોજીદ.તા.બરવાળા
20. શંકરભાઈ દિપસંગભાઈ રાઠવા ગામ.રોજીદ.તા.બરવાળા
21. સિતાબેન ધેવરસિંહ ચૌહાણ ગામ.રોજીદ.તા.બરવાળા
22. ભુપતભાઈ લઘરભાઈ વલાણીયા ગામ.ચંદરવા તા.રાણપુર
23. બહાદુરભાઈ લઘરભાઈ વલાણીયા ગામ ચંદરવા તા. રાણપુર
24. શૈલેશભાઈ બાબુભાઈ સિતાપરા ગામ.ચંદરવા તા.રાણપુરનો સમાવેશ થાય છે.

અમદાવાદથી કેમિકલ સપ્લાય થયો, બરવાળાના ચોકડીમાં લઠ્ઠો બન્યો, રોજીદ સહિત 3 ગામમાં વેચાયો
એટીએસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાંથી કેમિકલ સપ્લાય થયું હતું. બરવાળાના ચોકડી ગામે સપ્લાય થયેલા કેમિકલમાંથી પિન્ટુ નામના વ્યક્તિએ લઠ્ઠો તૈયાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારબાદ આ લઠ્ઠો બરવાળાના રોજીદ, ચંદરવા, દેવજ્ઞા તથા અમદાવાદ ગ્રામ્યના આકરુ અને ઉછડી સહિતના ગામોમાં સપ્લાય કર્યો હતો. બીજી તરફ હજુ પણ એટીએસ દ્વારા કેમિકલ સપ્લાયથી માંડી લઠ્ઠો બનાવવા સુધી અને કયા કયા બુટલેગરોને આ લઠ્ઠો વેચવામાં આવ્યો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને પણ લઠ્ઠાકાંડની તપાસ કરવાના આદેશ આપ્યા છે. મંગળવારથી સમગ્ર રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવા માટે પણ રાજ્ય સરકારે આદેશ જારી કર્યા છે.

ચોકડી ગામેથી દારૂ બન્યો હતો, વેચાણ થયું હતું
નોંધનીય છે કે, ચોકડી ગામેથી દારૂ બન્યો હતો અને તેનું વેચાણ થયું હતું. જેના પગલે બરવાળા તાલુકાના ચોકડી ગામે પોલીસ સહિતનો મસમોટો કાફલો તપાસ માટે પહોંચ્યો હતો. બોટાદ એસપી કરણરાજ વાઘેલા, અમદાવાદ SOG, DySP, પ્રાંત મામલતદાર, સહિતનો મસમોટો કાફલો તપાસમાં પહોંચ્યો. ચોકડી ગામમાં જઈ કોણ કોણ દારૂ વહેંચવા અને બનાવવાની પ્રવૃત્તિ કરે છે, તેને લઈ માહિતી એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ચોકડી ગામમાં આગેવાનો અને સ્થાનિકોની તપાસ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે કે, કોઈએ દારૂ પીધો છે કે કેમ. તેમજ કોઈને અસર જણાય તો સામે આવી સારવાર લે તેવી સ્થાનિકોને જાણ કરવામાં આવી છે.

ગ્રામજનોએ દારૂબંધી કરાવવા રજૂઆત કરી હતી એ પત્ર
ગ્રામજનોએ દારૂબંધી કરાવવા રજૂઆત કરી હતી એ પત્ર

કોંગી ધારાસભ્ય રાજેશ ગોહિલ ચોકડી ગામે પહોંચ્યા
ઘટનાના પગલે બરવાળાના કોંગી ધારાસભ્ય રાજેશ ગોહિલ ચોકડી ગામે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ધંધુકા અને રોજિદમાં મળીને મૃત્યુઆંક 36 પર પહોંચ્યો છે અને હજુ આ આંક વધે તેવી શક્યતાઓ છે. રોજિંદના સરપંચે ગામમાં દારૂના વધેલા દૂષણ અંગે ત્રીજા મહિનાથી રજૂઆત કરી હતી. આ ઉપરાંત મેં પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, છતાં કોઈ પગલાં નહોતા લેવાતાં આ દર્દનાક ઘટના બની છે. આ ઘટનાને પગલે ઘણા પરિવારો બરબાદ થઈ ગયા છે. રાજ્ય સરકાર માત્ર દારૂબંધીની વાતો કરે છે. પરંતુ એનો અમલ કેટલો? રોજ લાખો રૂપિયોનો દારૂ પકડાય છે, છતાં કાયદાઓનો કડકાઈથી અમલ કરવામાં આવતો નથી.

ડોક્ટર સહિતની ટીમ ICU એમ્બ્યુલન્સ સાથે બોટાદ જવા રવાના
ભાવનગર સર ટી હોસ્પિટલમાંથી ટીમ જવા રવાના થઈ છે. બોટાદ એસપીની સૂચનાને આધારે ડોક્ટર સહિતની ટીમ આઈસીયુ એમ્બ્યુલન્સ સાથે બોટાદ જવા રવાના થઈ છે. હાલમાં ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપ્યો છે.

ઘટનાના પગલે હાલમાં રેન્જ આઈ.જી. પણ બોટાદ પહોંચ્યા
ઘટનાના પગલે હાલમાં રેન્જ આઈ.જી. પણ બોટાદ પહોંચ્યા

ઘટનાને પગલે રેન્જ આઈ.જી. પણ બોટાદ પહોંચ્યા
દારૂની ઝેરી અસરના કારણે રોજિંદ ગામે 5 લોકોનાં મોત થયાં છે. ઘટનાના પગલે હાલમાં રેન્જ આઈ.જી. પણ બોટાદ પહોંચ્યા છે. તેમજ જે લોકોએ દારૂ પીધો છે તેમની તપાસ કરી તેમને સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે. પ્રાથમિક સારવાર બરવાળા સરકારી હોસ્પિટલ કર્યા બાદ દર્દીઓને બોટાદ ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી રહ્યા છે અને હજુ પણ મૃત્યુ અંક વધે તેવી શક્યતા છે.

ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ
ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ

લઠ્ઠાનું કેમિકલ અમદાવાદની કંપનીમાંથી સપ્લાય થયું હતું આજે મોટો ઘટસ્ફોટ

  • ધંધૂકા-બરવાળામાં લઠ્ઠાકાંડનું કારણ બનેલા ઝેરી દારૂ બનાવવા માટે અમદાવાદથી 90 લીટર કેમિકલ મગાવવામાં આવ્યું હોવાની જાણકારી પોલીસના સૂત્રો પાસેથી મળી છે. આ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તથા એટીએસ દ્વારા પણ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
  • એટીએસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે મંગળવારે લઠ્ઠાકાંડને લઈને મોટો ખુલાસો થશે. જેમાં ઝેરી દારૂમાં કયું મટીરિયલ કેટલા પ્રમાણમાં વપરાયું હતું તથા આ કાંડમાં કોની સંડોવણી છે એ તમામ વિગતો સામે આવશે.

એફએસએલ દ્વારા તપાસ શરૂ
એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)એ ઝેરી દારૂમાં કયા કેમિકલનો કેટલો ઉપયોગ થયો હતો એ અંગે તપાસ શરૂ કરી છે. તેની વિગતો પણ મંગળવાર સુધીમાં સામે આવશે એવું મનાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...