સુરક્ષાકવચ:બોટાદ જિલ્લામાં 15220 બાળકોને વેક્સિન અપાઇ

બોટાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 તાલુકામાં 49 આરોગ્ય કેન્દ્રો અને185 સેશન સાઈટ પર નિ:શુલ્ક વેક્સિન અપાશે
  • ​​​​​​​અમદાવાદ જિલ્લામાં 1,05,578 બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક સામે 19497ને રસી

સમગ્ર દેશમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને રસીકરણથી રક્ષણ મળી રહે તે માટે આજથી તા.3 જાન્યુઆરીથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં 15થી 18ની વયના બાળકોને કોરોના વેક્સિનેશન વિનામૂલ્યે આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વેક્સિનેશન અંગે જોવા મળેલી જાગૃતિ અને ઉત્સાહને વેગ આપતાં હવે અમદાવાદ જિલ્લાના 9 તાલુકામાં 40 પ્રાથમિક આરોગ્ય કેંદ્રો અને 9 સામુહિક આરોગ્ય કેન્દ્રની 185 જેટલી સેશન સાઈટ પરથી 15થી 18ની વય જૂથના બાળકોને વિનામૂલ્યે વેક્સિનમાં આવરી લેવાની કામગીરી શરૂ કરાઇ છે.

અરે સાચવીને રસી મુકજો...
અરે સાચવીને રસી મુકજો...

બોટાદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ દિવસે કુલ 174 જુદી જુદી ટીમો દ્વારા 108 જુદી જુદી સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ 108 શાળામાં કુલ 15220 બાળકોને રસીકરણ કરવામાં આવ્યું હતું. બોટાદમાં પાંચ દિવસમાં 15 થી 18 વર્ષના બાળકોનું 100 ટકા વિક્સીનેશનનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવશે. બોટાદ જિલ્લામાં આરોગ્ય વિભાગની જુદી જુદી 174 ટીમો દ્વારા 108 સ્કૂલનાં કુલ 21059 વિદ્યાર્થીઓમાંથી કુલ 15220 વિદ્યાર્થીઓનું વેક્સીનેશન કરવામાં આવ્યું હતું.

જેમાં બરવાળા તાલુકાની 12 શાળાનાં કુલ 2290 વિદ્યાર્થીઓમાંથી 1749 વિદ્યાર્થીઓને, રાણપુર તાલુકાની 29 શાળામાંથી કુલ 2318 વિદ્યાર્થીઓમાંથી 1782 વિદ્યાર્થીઓને વિક્સીનેશન., ગઢડા તાલુંકાની 17 શાળાનાં કુલ 3716 વિદ્યાર્થીઓમાંથી 3634 વિદ્યાર્થીઓને વેક્સીનેશન અને બોટાદ તાલુકાની 57 શાળાનાં કુલ 10160 વિદ્યાર્થીઓમાંથી 8055 વિદ્યાર્થીઓને રસીકરણ કરવામાં આવ્યું હતું.

બારેજા નગરપાલિકાની પ્રકાશ હાઈસ્કૂલમાં 620ને રસી અપાઈ રૂમ વેક્સિનેશન રૂમમાં ફેરવાયો, વિદ્યાર્થીઓને છૂટા બેસાડાયા
આજ થી શરૂ થયેલ 15 થી 18 વર્ષ ના બાળકો ના રસીકરણની ઝૂબેશ અંતર્ગત બારેજા નગરપાલિકા ની ચાર શાળાઓ પૈકી પ્રકાશ હાઈસ્કૂલ મા રસીકરણ કરવામાં આવ્યું.શાળાના વિધાર્થી વિદ્યાર્થીનીઓ મળી કુલ 620 ને રસી અપાઈ.આ પ્રસંગે બારેજા નગરપાલિકા પ્રમુખ હેતલબેન પટેલ ઉપપ્રમુખ હિતેન્દ્રસિંહ સોઢા આરોગ્ય સમિતિ ચેરમેન અનિલભાઈ પટેલ તેમજ કલ્પેશભાઈ પંચાલ હાઈસ્કૂલમા જઈ રસીકરણરૂમમાં જઇ આરોગ્યકર્મીઓ તેમજ વિધાર્થીઓનો જુસ્સો વધાર્યો હતો.

સાણંદ 4 સ્થળે કુલ 3338 બાળકોને રસી અપાઇ
રાજ્યભરની સાથે સાથે સોમવારે સાણંદમાં પણ 15થી 18 વર્ષના બાળકો માટે વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરી દેવામાં આવી હતી. જેના શિક્ષકો વાલીઓ અને બાળકો પણ સુંદર પ્રતિસાદ સાંપડયો છે. આરોગ્ય વિભાગ દ્વારા સાણંદમાં ચાર સ્થળો એમ જે વાઘેલા હાઈસ્કૂલ, સંસ્કાર વિદ્યાલય, જેડીજી હાઇસ્કુલ તેમજ ઇન્ડિયન પબલિક સ્કૂલ માં વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરાઇ હતી. સાણંદની એમ જે વાઘેલા હાઇસ્કુલના પ્રિન્સિપાલ યુવરાજસિંહ વાઘેલાના જણાવ્યા મુજબ શાળાના શિક્ષકો દ્વારા વેક્સિનેશન અંગે બાળકો અને વાલીઓને જાગૃત કરવામાં આવ્યા હતા

જેની ફળ શ્રુતિ સ્વરૂપે પ્રથમ દિવસે શાળાના 73 ટકા બાળકોનું રસીકરણ પૂર્ણ થયું હતું. જેમાં આરોગ્ય વિભાગે પણ સુંદર કામગીરી કરી હતી. બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે આગામી શુક્રવારના રોજ બીજી વેક્સિનેશન ડ્રાંઇવ શરૂ કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાળકોને કોવિક્સીન ના ડોઝ આપવામાં આવી રહ્યા છે જેની કોઈ પણ જાતની આડઅસર નથી.

દેત્રોજ તાલુકાની 9 શાળાનાં 1256 કિશોર અને કિશોરીને રસી અપાઇ, બાળકોનું સ્વાગત કરાયું
દેત્રોજ તાલુકાની નવ શાળાઓમાં દેત્રોજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સરદ પાલીવાલની સીધી દેખરેખ હેઠળ આરોગ્યની ટીમ દ્વારા શાળાના 15થી 18 વર્ષના 1256 કિશોર-કિશોરીઓને કોરોના વિરોધી રસી અપાઇ હતી. દેત્રોજની શેઠ એલ એન્ડ કે વી ભાવસાર વિદ્યામંદિર માં ટ્રસ્ટી ગણ અને શાળા પરિવાર દ્વારા આરોગ્યની ટીમનું ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. રામપુરા એચ.એમ સર્વોદય વિદ્યાલયમાં કેળવણી મંડળના પ્રમુખ ચિનુભાઈ હિંમતલાલ શાહ ની પ્રેરણાથી કિશોર-કિશોરીઓને પ્રથમ અલ્પાહાર આપવામાં આવ્યો હતો.

કાંતાબેન કુંવરજી ઠાકોર સરપંચ અને કેળવણી મંડળના મંત્રી હસમુખભાઈ શાહ દ્વારા વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી. દોસ્ત ભાવસાર વિદ્યામંદિરના 446 વિદ્યાર્થીઓ પૈકી 293 વિદ્યાર્થીઓને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી. રામપુરા નિશાને જેમ સર્વોદય વિદ્યાલયમાં 440 વિદ્યાર્થીઓમાંથી 242 વિદ્યાર્થીઓ એ કોરોના વિરોધી રસી લીધી હતી. આ ઉપરાંત અલકનંદા વિદ્યાલય રુદાતલ 67, લોકશક્તિ ગામ વિદ્યાલય નદીશાળા 99,ગૌતમેશ્વર માધ્યમિકશાળા ગુંજાલ 181, સ્વામી વિવેકાનંદ ભોયણી 111, સરસ્વતી શાળા જીવાપુરા 40, કુમાર બી.એચ.ગાર્ડી વિદ્યાલય શિહોર 125, માધ્યમિક શાળા પનાર 51, શાળાઓના વિદ્યાર્થીઓ એ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.

પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને કરાયેલું રસીકરણ​​​​​​​

તાલુકોપ્રથમ ડોઝ
બાવળા1731
દસક્રોઇ4894
દેત્રોજ1256
ધંધુકા1054
ધોલેરા393
ધોળકા4754
માંડલ1133
સાણંદ3338
વિરમગામ944

વિરમગામ તાલુકામાં બાળકો માટે કોવિડ રસીકરણનો પ્રારંભ, પ્રથમ દિવસે 944ને રસી
સમગ્ર દેશમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને રસીકરણથી રક્ષણ મળી રહે તે માટે 3 જાન્યુઆરીથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં 15 થી 18ની વયના બાળકોને કોરોના વેક્સિનેશન વિનામૂલ્યે આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જે અંતર્ગત વિરમગામ તાલુકા સહિત અમદાવાદ જીલ્લામાં 15 થી 18 વયજૂથના બાળકો માટે કોવિડ રસીકરણનો પ્રારંભ કરાયો છે. પ્રથમ દિવસે વિરમગામના વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા 15 થી 18 વયજૂથના બાળકોએ ઉત્સાહભેર કોવિડ રસીકરણ કરાવ્યુ હતુ.

વેક્સિનેશન અંગે જોવા મળેલી જાગૃતિ અને ઉત્સાહને વેગ આપતાં હવે અમદાવાદ જિલ્લાના 9 તાલુકાઓમાં 40 પ્રાથમિક આરોગ્ય કેંદ્રો અને 9 જેટલા સામુહિક આરોગ્ય કેન્દ્રની 185 જેટલી સેશન સાઈટ પરથી 15 થી 18ની વય જૂથના બાળકોને વિનામૂલ્યે વેક્સિનમાં આવરી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જે અંતર્ગત અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કુલ 1,05,578 જેટલા બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે. 15 થી 18 ની વયજૂથના બાળકો રજીસ્ટ્રેશન કરાવીને અથવા સ્થળ પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવીને નજીકની શાળા અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પરથી જઈને વેક્સિન લઈ શકશે એવુ આયોજન કરવામાં આવ્યું છે.

બાવળા તાલુકામાં રસીકરણના પ્રથમ દિવસે 1731 વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી
કોરોનાનાં કેસો વધી રહ્યા છે.સરકારે સ્કુલો પણ શરૂ કરી દીધી છે.જેથી સ્કુલોનાં બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે.ત્યારે સરકારે 15 થી 18 વર્ષનાં બાળકોને કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.ત્યારે બાવળા તાલુકામાં 15 થી 18 વર્ષનાં શાળાએ જતાં અને શાળાએ નહીં જતાં તમામ બાળકોને રસીકરણ અભિયાનમાં કોરોના રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં બાવળા તાલુકાનાં અંદાજે શાળાએ જતાં 5251 અને શાળાએ નહીં જતાં 3754 બાળકોને આ અભિયાનમાં રસીથી આવરી લેવામાં આવશે.

​​​​​​​જેના ભાગરૂપે પ્રથમ દિવસે બાવળા તાલુકામાં શાળાએ જતાં 1735 બાળકોનાં પ્લાનીંગ સામે 1731 બાળકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. તેમજ દરેક બાળકને કોરોના અપ્રોપ્રિયેટ બીહેવીયર વિશે સજાવવામાં આવ્યું હતું.બાળકો ઉત્સાહ પૂર્વક રસી લઈ રહ્યા છે.તેમ બાવળા અર્બન હેલ્થ ઓફીસર ડો.રાકેશ મહેતાએ જણાવ્યું હતું.

ધંધુકા સમર્પણ વિદ્યાલયમાં બાળકોને રસી અપાઇ
​​​​​​​ધંધુકા તેમજ ધોલેરા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા પંદરથી ૧૮ વર્ષના બાળકો ને કોરોના વિરોધી વેક્સિન આપવાની કામગીરીનો પ્રારંભ થયો હતો આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો દ્વારા માધ્યમિક શાળાઓમાં પંદરથી ૧૮ વર્ષના કિશોર ને વેક્સિન આપવામાં આવી રહી છે બાળકોમાં પણ વેક્સિન લેવા માટે ઉત્સાહજોવા મળ્યો હતો તસવીરમાં ધંધુકાની સમર્પણ વિદ્યાલય ના બાળકો વેક્સિન લેતા નજરે પડે છે. પ્રથમ દિવસે વધુમાં વધુ વિદ્યાર્થીઓને રસી અપાય તે માટે તંત્ર દ્વારા કવાયત કરાઇ

અન્ય સમાચારો પણ છે...