કોરોનાનો કહેર:બોટાદ જિલ્લામાં કોરોનાના વધુ 15 કેસ પોઝિટિવ નોંધાયાઃ બોટાદ, બરવાળા અને ગઢડામાં પોઝિટિવ કેસ

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બોટાદ જીલ્લામાં કોરોનાના વધુ 15 કેસો પોઝીટીવ આવ્યા છે. જયારે વધુ 5 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા.

બોટાદ શહેર અને જીલ્લામાં કોરોનાના કેસ દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે .પોઝીટીવ કેસો શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પોતાનો પગપસેરો કરી રહ્યા છે .જ્યાં 16 સપ્ટેમ્બર 2020 ના રોજ બોટાદ જીલ્લામાં વધુ 15 પોઝીટીવ કેસો આવતા ખળભળાટ મચી ગયો છે .જેમાં બોટાદ શહેરના નમન બેકરી પાસે 70 વર્ષીય પુરુષ, ઝવેરનગર ભાવનગર રોડ ઉપર 23 વર્ષીય પુરુષ, ઢાકણીયારોડ ઉપર 42 વર્ષીય પુરુષ, હજામની શિડી પાસે 70 વર્ષીય મહિલા,ગિરિરાજ સોસાયટીમાં 67 વર્ષીય મહિલા, હિફલી માં 32 વર્ષીય પુરુષ,પટેલ બોડીગ પાસે 65 વર્ષીય મહિલા,મારુતિ નગરમાં 50 વર્ષીય મહિલા,ગઢડા રોડ ઉપર 40 વર્ષીય પુરુષ, પાંચપડા ગામે 63 વર્ષીય પુરુષ પોઝિટિવ આવ્યો છે.

ગઢડા ના ઉગામેડી ગામે 60 વર્ષીય મહિલા, માંડવા ગામે 85 વર્ષીય પુરુષ અને બરવાળાના રામપરા ગામે 45 વર્ષીય પુરુષ, વાગડીયા શેરીમાં 79 વર્ષીય પુરુષ, રેફડા ગામે 60 વર્ષીય પુરુષ નો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે .જ્યાં પોઝીટીવ આવેલા તમમાં દર્દીઓને સારવાર માટે કોવિડ 19 હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.તેમજ તબીબો દ્વારા તેઓને જરૂરી સારવાર શરુ કરવામાં આવી છે. જિલ્લામાં કોરોનાનો કુલ આકડો 647 પર પહોંચી ગયો છે. જેમાંથી 486 દર્દીઓને સારવાર બાદ ડીસ્ચાર્જ કરાયા છે. જ્યારે 154 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 7 દર્દીના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...