બરવાળા લઠ્ઠાકાંડના આરોપીઓ જેલને હવાલે:14 આરોપીઓની કરાઈ હતી ધરપકડ, આજે રિમાન્ડ પૂરા થતાં 13 આરોપીને જેલ ભેગા કરાયા, એક સારવાર હેઠળ

બોટાદ17 દિવસ પહેલા
  • બરવાળામાં બનેલી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત દિલ્હી સહિત દેશના અનેક રાજ્યમાં જોવા મળ્યા હતા
  • કુલ 14 આરોપી વિરૂદ્ધ 302નો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી

બરવાળા લઠ્ઠાકાંડના આરોપીઓ આખરે આજે જેલ હવાલે કરાયા ગતા. કેમિકલ કાંડને પગલે 14 આરોપીની 302ની કલમ સાથે ધરપકડ કરાઈ હતી. જેમના આજે સોમવારે રિમાન્ડ પૂર્ણ થતાં 13 આરોપીને જેલ હવાલે કરાયા હતા. તો 1 આરોપી સારવાર હેઠળ છે. 25 જુલાઈના રોજ બરવાળામાં કેમિકલ કાંડ સર્જાયો હતો, જે કાંડ બાદ રાણપુર, બરવાળા સહિત ધંધુકાના અનેક ગામોમાં લોકો મોતને ભેટ્યા હતા. બરવાળામાં બનેલી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત દિલ્હી સહિત દેશના અનેક રાજ્યમાં જોવા મળ્યા હતા.

કાંડમાં સંડોવાયેલા તેમજ શંકાના દાયરામાં આવતા તમામની અટકાયત કરાઈ હતી
બરવાળા લઠ્ઠાકાંડની ગંભીરતાને ધ્યાને લઇ તે સમયના જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા, ડી.વાય.એસ.પી સહિત પોલીસ કર્મચારી રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ કામે લાગી ગયા હતા. તેમજ આ કાંડમાં સંડોવાયેલા તેમજ શંકાના દાયરામાં આવતા તમામની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ પૂછપરછ દરમ્યાન સમગ્ર લઠ્ઠાકાંડમાં કુલ 14 આરોપી વિરૂદ્ધ 302નો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સાથે જ તેમને કોર્ટમાં રજૂ કરતા તમામ આરોપીના આજે રિમાન્ડ પૂર્ણ થતાં ભાવનગર ખાતે બરવાળા પોલીસ સ્ટેશનથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રજૂ કરવામાં આવ્યા હતા.

આરોપીઓના નામ અને ગામના નામની વિગત...

(1) ગજુબેન પ્રવિણ બહાદુર વડદરિયા, રહે.રોજીદ

(2) પિન્ટુ રસિક દેવીપૂજક, રહે.ચોકડી

3) વિજય ઉર્ફે લાલો પઢિયાર, રહે. રાણપરી

4) ભવાન નારાયણ ડાબસરા, રહે.વૈયા

5) સંજય ભીખા કમરખાણીયા, રહે.નભોઈ

6) અજિત ઉર્ફે દાજી દિલીપ કુંમરખાણીયા, રહે.ચોકડી

7) જટુભા લાલુભા રાઠોડ, રહે.રાણપરી

8) નસીબ છના ગોરાસવા, રહે.ચોકડી

9) ચમન રસિક કુંમરખાણીયા, રહે.ચોકડી

10) જયેશ ઉર્ફે રાજુ રમેશ ખાવડીયા, રહે.અમદાવાદ

11) હરેશ કિશન આંબલિયા, રહે.ધંધુકા

12) ભવાન રામુ કુમારખાણીયા, રહે.નભોઈ

13) વિનોદ ઉર્ફે ફનટો ભીખા કુમારખાણીયા, રહે.નભોઈ

14) સન્ની રતિલાલ - પોલારપુર - સારવાર હેઠળ ભાવનગર.

અન્ય સમાચારો પણ છે...