રક્તદાન:થેલેસેમિયા અને હિમોફિલિયાના દર્દી માટે 1172 બોટલ રક્ત એકત્ર કરાયું

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ આયોજિત મહારક્તદાન કેમ્પ યોજાયો
  • કેમ્પના 15 દિવસ અગાઉ વિવિધ ટીમ બનાવી અંદાજે 100 જેટલા ગામડામાં રક્તદાન માટે મિટિંગ કરવામાં આવી હતી, ચાલુ વરસાદે લોકો ઉમટ્યા

ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા થેલેસેમિયા અને હિમોફિલિયાના દર્દીઓનાં લાભાર્થે મહારકતદાન કેમ્પ રવિવારનાં રોજ શ્યામઘાટ સ્કૂલ ધંધુકા ખાતે સવારનાં 9 થી સાંજના 5 કલાક દરમિયાન યોજાયો હતો. જેમાં 1172 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગૃપ દ્વારા હિમોફિલિયા અને થેલેસેમિયાનાં દર્દીઓ માટે સતત 1 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જેમાં સૌપ્રથમવાર આ ગૃપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં 34 યુનિટ રક્તદાન થયું હતું. ત્યારબાદ આ ગૃપે પોતાની અથાક મહેનતથી સતત પ્ર્ત્યતનો ચાલુ રાખતા બીજા કેમ્પમાં 101 યુનિટ ત્રીજા કેમ્પમાં 526 યુનિટ અને ચોથા કેમ્પમાં 1172 યુનિટ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ગુજરાત ભરમાંથી સંતો મહંતો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ યુવા ગૃપ દ્વારા આ મહારકતદાનમાં વધુ સફળતા મેળવવા માટે આ કેમ્પના 15 દિવસ અગાઉ અલગ અલગ ટીમ બનાવી અંદાજે 100 જેટલા ગામડાઓમાં મિટિંગો કરી રક્તદાન કરવા રક્તદાતાઓને અપીલ કરવામાં આવી હતી જેનાં પરિણામે મહારકતદાન કેમ્પના દિવસે દિવસભર વરસાદ વરસતો હોવા છતાં 1172 બોટલ રક્તદાન થયું હતું. આ તમામ રક્તદાતાઓનો આ યુવાગૃપ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો. આ રક્તદાન કેમ્પમાં ડીપાર્ટમેન્ટ ઓફ IHBT સિવિલ હોસ્પિટલ અમદાવાદ, પ્રથમ બ્લડ બેંક અમદાવાદ, મેડીકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલ સોલા, પ્રથમાં બ્લડબેંક, સંજીવની બ્લડ બેંક, ભાવનગર બ્લડ બેંક ભાવનગર, બાંભણીયા બ્લડ બેંક ભાવનગરની બ્લડ બેંકોનો સ્ટાફ આ મહાબ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી બલ્ડ એકત્રિત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...