સાળંગપુર મંદિરમાં થશે ગૌ-પૂજન:હનુમાનજી મંદિર ખાતે મકરસંક્રાંતિ પર્વના દિવસે 108 ગાયોનું પૂજન કરાશે, સાથોસાથ અલગ અલગ કાર્યક્રમનું આયોજન

બોટાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી દાદાનું ધામ કે જ્યાં આગામી દિવસોમાં 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ પર્વના દિવસ ગાય પૂજન ઉત્સવ ઉજવવાનો ભવ્ય આયોજન કરવામાં આવશે. 14 જાન્યુઆરી મકરસંક્રાંતિના પર્વના દિવસે સવારે 9 થી 11 ના સમય દરમ્યાન ગાય પૂજનનું આયોજન કરવામાં આવશે. 108 ગાયોનું યજમાનો તેમજ સંતો દ્વારા ગાયોનું પૂજન કરવામાં આવશે.

ગાય પૂજન દરમ્યાન અલગ અલગ પ્રકારના આયોજન સાથે ગાય માતાની પૂજા કરવામાં આવશે. જેમાં 108 ગાય વંશના દર્શન, ગાય મંડળ દર્શન, કેશર જળથી સ્નાન,108 રેશમ વસ્ત્ર સમર્પણ,ગોળની મીઠાઈ, ગાયના પાલનહારની પૂજા સહિતના કાર્યક્રમનું આયોજન સંતો તેમજ યજમાનોની હાજરીમાં કરવામાં આવશે.

14 જાન્યુઆરી મકરસંક્રાંતિ પર્વના ગાય પૂજનનો લાભ લેવા માંગતા હરિભક્તો સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા જાહેર કરાયેલા મોબાઈલ નંબર અથવા તો સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આવેલા કાઉન્ટર નંબર 4 પર રૂબરૂ પણ પોતાનું નામ નોંધાવી શકે છે. પૂજનમાં બેસવાની તેમજ લાભ લેવાની માહિતી મેળવી ગાય પૂજનનો લાભ લઈ શકે છે. ગાય માતાના પૂજન દરમ્યાન મુખ્ય યજમાન, ઉપ યજમાન, સહ યજમાન, તેમજ 1 ગાયની પૂજન એમ અલગ અલગ આયોજન કરવામાં આવેલા છે.

સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી, કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...