• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • 106th And 107th Assembly Seat Protests Against Not Announcing Candidates As Demanded By Workers; 500 Workers Resigned Together

બોટાદ ભાજપમાં ભડકો:106 અને 107 વિધાનસભા બેઠક પર કાર્યકરોની માંગણી મુજબ ઉમેદવાર જાહેર ન થતા વિરોધ; 500 કાર્યકરોએ એકસાથે રાજીનામા આપ્યા

બોટાદ20 દિવસ પહેલા

બોટાદ જિલ્લા ભાજપ સંગઠનામાં ભડકો થયો છે. બોટાદ 106 અને 107 બેઠક પર ઉમેદવારની જાહેરાતને લઈ વિરોધ શરુ થયો છે. જેમાં 2 હજારથી વધુ કાર્યકરો અને આગેવાનોએ જિલ્લા ભાજપ પ્રમુખને ઉમેદવાર બદલવા રજૂઆત કરી છે. જ્યારે 500 વધુ કાર્યકરો અને હોદ્દેદારોએ રાજીનામા આપ્યાં છે. આ રાજીનામાને લઈ અસર પડશે તેવું જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું છે.

કેન્દ્રીય ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા બોટાદ 107 વિધાનસભા બેઠક પર ઘનશ્યામ વિરાણી અને 106 બેઠક પર શંભુ પ્રસાદ ટુંડિયાના નામની જાહેરાત થતાં વિરોધ શરી થયો છે. આજે બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 2000થી વધુ કાર્યકરો અને આગેવાનો દ્વારા બંને બેઠક પર ઉમેદવાર બદલવામાં આવે, જેમાં બોટાદ 107 બેઠક પર સુરેશ ગોધાણી અને ગઢડા બેઠક પર આત્મારામ પરમારને ટિકિટ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી. જ્યારે સુરેશ ગોધાણીના સમર્થનમાં કાર્યકરોએ સુત્રોચાર કર્યા અને 500 કાર્યકરો અને આગેવાનો દ્વારા રાજીનામા આપવામાં આવ્યા.​ રાજીનામાને લઈ જિલ્લા ભાજપનું રાજકારણ ગરમાયું છે. આગેવાનો દ્વારા જો ઉમેદવાર બદલવામાં નહીં આવે તો, હારનો સ્વીકાર કરવો પડશે, તેવી ચીમકી આપવામાં આવી હતી.

બોટાદ જિલ્લાના 2000થી વધુ કાર્યકરો દ્વારા રજૂઆત સાથે આપેલા રાજીનામાને લઈ જિલ્લા ભાજપ પ્રમુખ અરવિંદ વનાળિયાએ રાજીનામાનો સ્વીકાર કર્યો છે. તેમજ કાર્યકરોની રજૂઆત હાઈ કમાન્ડ સુધી પહોંચડાવવાની ખાત્રી આપી હતી. તેમજ કાર્યકરો અને આગેવાનોના રાજીનામાને લઈ સીટ પર અસર પડશે તે વાતનો સ્વીકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...