વીજચોરીના દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે.
વીજચોરો સામે તંત્રની લાલ આંખ
ગત અઠવાડિયે ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને બોટાદ જિલ્લાની બોટાદ તેમજ ગઢડા વિભાગીય કચેરી હેઠળની બોટાદ શહેર-1 તેમજ 2, રાણપુર, પાળીયાદ, બરવાળા ,બોટાદ ગ્રામ્ય તેમજ ઢસા, ધોળા પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની 105 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને 1630 જેટલા વીજ જોડાણો ચકાસવામાં આવ્યાં હતા. જે પૈકી 283 વીજ જોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. 55.97 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યા હતા.
બોટાદ જિલ્લામાં ત્રાટકેલી ટીમોએ લાખોની વીજચોરી પકડી
નોંધનીય છે કે એપ્રિલ-૨૨થી ફેબ્રુઆરી-23ના સમયગાળામાં બોટાદ વર્તુળ કચેરી હેઠળ કુલ.31250 વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે. જેમાંથી કુલ 5205 વીજ જોડાણોમાં વિવિધ ગેરરીતિ પકડાતા કુલ રૂ. 962.99 લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં તેમ અધિક્ષક ઈજનેર, પીજીવીસીએલ વર્તુળ કચેરી, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.