તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:કૃષ્ણ સાગર નક્ષત્રવનમાં 10000 વૃક્ષોનું વાવેતર કરાયું, 27 દિવ્યાંગ બાળકો દ્વારા 27 નક્ષત્ર પ્રમાણેના વૃક્ષોનું વાવેતર કરાયું

બોટાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રીન બોટાદ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

મહાત્મા ગાંધી નરેગા બોટાદ, મિશન ગ્રીન બોટાદના સયુંકત પ્રયત્ન થી તથા સામાજિક વનીકરણ વિભાગ બોટાદના નાયબ વન સંરક્ષક ડૉ.સંદીપકુમારના માર્ગદર્શન હેઠળ “આવો વતનને બનાવીએ વૃંદાવન” ના ઉમદા આયોજન અંતર્ગત “કૃષ્ણ સાગર નક્ષત્રવન” માં 10000 થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં 27 દિવ્યાંગ બાળકો દ્વારા 27 નક્ષત્ર પ્રમાણેના વૃક્ષોનું વાવેતર કરી માનવનિર્મિત વન નો કાર્યક્રમ અન્ય ગામો માટે ઉદાહરણ રૂપ બન્યો હતો.

આ “કૃષ્ણ સાગર નક્ષત્રવન” માં મીયાવકી વૃક્ષ વાવેતરનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ યોજના અંતર્ગત અગામી સમયમાં મોટા પાયે વનીકરણ કરવા અને ખેડૂત લક્ષી બાગાયત નર્સરી, બાગાયત વૃક્ષોની વાડી, ખેતરના શેઢા પાળા ઉપર આવક આપતા વૃક્ષોનું વાવતેર જેવા કામો ગ્રામ પંચાયત દ્વારા નરેગાની વ્યક્તિગત લાભાર્થીઓની કેટેગરીના નાના સીમાંત ખેડૂતને મોટા પાયે પસંદગીની અગ્રતા યાદી કરી ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ દ્વારા દરેક ગામોમાં અમલવારી કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...