સાળંગપુરમાં બનશે હાઈટેક ભવન:100 કરોડના ખર્ચે 1000 રૂમ વાળું આધુનિક યાત્રિક ભવન, આચાર્ય મહારાજના હસ્તે ખાત મુહૂર્ત કરાયું

બોટાદ5 દિવસ પહેલા
  • આચાર્ય રાકેશ પ્રસાદજીના હસ્તે કરાયું ખાત મુહૂર્ત
  • આચાર્ય મહારાજના 56માં જન્મોત્સવની 56 ફૂટના હાર પહેરાવી સંતોએ કરી ઉજવણી
  • સંતો અને ભક્તો હાજર રહ્યાં
  • ભક્તોને રાત્રી રોકાણમાં નહિં પડે અગવડતા.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સાળંગપુર ધામ કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કરવા ભક્તો દેશ અને વિદેશથી અહીં આવતા હોય છે અને દિવસેને દિવસે અહીં ભક્તોની સંખ્યામાં સતત વધારો થતો હોઈ હાલની રહેવા તેમજ ભોજનાલયને આધુનિક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. ત્યારે 40 કરોડના ખર્ચે આધુનિક એકી સાથે 5000 લોકો ભોજન લઈ શકે તેવું રાજમહેલ જેવું ભોજનાલયનું હાલ નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે રાત્રી રોકાણ માટે પણ કોઈ ભક્તોને તકલીફ ન પડે તેના માટે યાંત્રિક ભવનનું આજે કરાયું ખાતમુહૂર્ત.

4 વિંગ માં એક હજાર રૂમનું કરાશે નિર્માણ થશે
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સદગુરુ યોગીવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામી યાંત્રિક ભવન ખાતમુહૂર્ત આજે આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી ના હસ્તે કરવામાં આવ્યું 100 કરોડ ના ખર્ચે નિર્માણ પામનાર આધુનિક હાઈટેક યાંત્રિક ભવન માં વી.વી.આઈ.પી, વી.આઈ.પી. સહિત ના રૂમ તેમજ હોલ બનાવવા માં આવશે કુલ 4 વિંગ માં એક હજાર રૂમનું કરાશે નિર્માણ. ત્યારે હાલ માં મંદિર વિભાગ દ્રારા જે ઉતારા ની વ્યવસ્થા છે. તેની સામે ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય ભક્તો ને રાત્રી રોકાણ માં ખૂબ અગવડતા પડતી હોય જેને લઈ આગામી દિવસોમાં નિર્માણ પામનાર હાઈટેક યાંત્રિક ભવન કે જેમાં 1000 જેટલા રૂમોનું નિર્માણ થશે. ત્યારે અહીં આવનાર કોઈપણ હરિ ભક્તો ને હવે રાત્રી રોકાણ માં અગવડતા નહિ પડે અને રાતી રોકાણ કરી સવાર ની મંગળા આરતી નો પણ લાભ લઈ શકશે.

100 કરોડના ખર્ચે હાઈટેક યાંત્રિક ભવન બનશે
સાળંગપુર હનુમાનજી મંદિરની હાલ વ્યવસ્થા સંભળાતું અથાણા વાળાનું મંડળ જેમાં દિવસેને દિવસે ભક્તોને અગવડતા ન પડે તે વાતની ચિંતા કરી અવનવા આયોજન સાથે પ્રોજેક્ટ બનાવી રહ્યાં છે. હાલ માં 40 કરોડના ખર્ચે ભોજનાલયનું નિર્માણ થઈ રહ્યું છે. તો આગામી દિવસોમાં 100 કરોડના ખર્ચે હાઈટેક યાંત્રિક ભવન બનશે અને ભક્તો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...