ચુકાદો:બરવાળાના કાપડિયાળીમાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય કરનાર 2ને 10 વર્ષની સજા

બોટાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોટાદના એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટનો ચુકાદો
  • 23 સાક્ષીઓનીે તપાસ અને 41 દસ્તાવેજી પુરાવાઓના આધારે આરોપીઓ વિરુદ્ઘ ગુનો સાબિત થયો

બોટાદ જીલ્લાના બરવાળા તાલુકાના કાપડીયાળી ગામે તા.13/૦4/2017 ના રોજ ફરીયાદી ભોગ બનનાર સગીર બાળક સાથે આરોપીઓ વજુભાઈ સેફાભાઈ મેર, કિશનભાઈ દિપાભાઇ મેર, રે.કાપડિયાળી તા.બરવાળા વાળાઓએ જુદી જુદી તારીખોએ સગીરની મરજી વિરુધ્ધ તેઓના ઘરે લઈ જઈ એકલતાનો લાભ લઈ તેમજ જુદી જુદી જગ્યાએ એકાંતમાં લઈ જઈ સગીર બાળક સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરેલ તે અંગેની ફરિયાદ બરવાળા પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી કલમ 377,506(2),પોક્સો એક્ટ ની કલમ ૩,4, મુજબનો ગુન્હો આરોપીઓ વિરુધ્ધ દાખલ થયેલ અને આ અંગેનું ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજુ થયેલ.

આ કામમાં ફરિયાદ પક્ષે કુલ 23 સાક્ષીઓને તપાસવામાં આવેલ અને 41 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ અને આરોપીઓ વિરુધ્ધ ગુન્હો સાબિત થયેલ હોય તે મુજબનો કેસ એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ વી.બી.રાજપૂત સાહેબની કોર્ટમાં ચાલેલ અને આ કામમાં જિલ્લા સરકારી વકીલ કે.એમ.મકવાણાની દલીલો ગ્રાહ્ય રાખી એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ વી.બી.રાજપૂતે આઈ.પી.સી કલમ 377 ના ગુનામાં બન્ને આરોપીઓને 1૦ વર્ષની સખત કેદની સજા અને 1૦,૦૦૦/- નો દંડ અને આઈ.પી.સી. કલમ 506(2) ના ગુનામાં બન્ને આરોપીઓને 7 વર્ષની સખત કેદની સજા તેમજ પોક્સો એક્ટ ની જોગવાઈ મુજબ કલમ 6 મુજબ બન્ને આરોપીઓને 10 વર્ષની સખત કેદની સજા અને 1૦,૦૦૦/- નો દંડ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...