કાર્યવાહી:બરવાળામાં જુગાર રમતા 10 શખસ ઝડપાયા, LC‌‌Bએ રેડ કરી ઝડપ્યા

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ એલ.સી.બી. પોલીસે પૂર્વ બાતમીના આધારે બરવાળા શહેરમાં રહેતા જશકુ મેરામભાઈ ખાચરનાં ઘરે રેઇડ પાડી જુગાર રમતા 10 જુગારીઓને રૂ.42380નાં મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ એલ.સી.બીના પોલીસ ઇન્સપેક્ટર એ.બી. દેવધા, એ.એસ.આઇ. ક્રિપાલસિંહ દોલુભા ઝાલા, હે.કો. બળભદ્રસિંહ ચતુરસિંહ ગોહિલ,હે.કો. રામદેવસિંહ હરીસિંહ ચાવડા વગેરે સ્ટાફમાં માણસો પૂર્વ બાતમીના આધારે બરવાળામાં રહેતા જશકુ મેરામભાઇ ખાચરનાં ઘરે રેડ પાડી કુલ 10 જુગારીને કુલ રોકડા રૂ. 25880, મોબાઇલ ફોન–9 કિં.રૂ.16,500 મળી કુલ કિ.રૂ.42380નો મુદ્દામાંલ કબ્જે કર્યો હતો.

એલ.સી. બી. પોલીસે જશકુ મેરામખાચર (રહે. કુંડળ), સલીમ હબીબ સુરાણી (રહે. બોટાદ), વિરમદેવ બળવંતસિંહ ઝાલા (રહે. બરવાળા), સંદીપ જીવણ રૂદાતલા (રહે. બરવાળા), મહિપત નારૂભાઇ સીંધવ, ગજરા લખુભાઇ ખાચર (રહે. બરવાળા ), પ્રતાપ ગગજીભાઇ બારૈયા (રહે. બરવાળા), ગણેશ ત્રીકમ ખાંભડીયા ચોકડી, સંજય કનુ પંડ્યા (રહે. બરવાળા) અને મહિપત ભીમભાઇ ડાભી (રહે. બરવાળાને ઝડપી બરવાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...