કોરોનાનો કહેર:બોટાદ  જિલ્લામાં કોરોનાના વધુ 10 કેસ પોઝિટિવ નોંધાયા, કેસ કરતાં વધુ દર્દી ડિસ્ચાર્જ કરાયા, 12 કોરોના મુક્ત

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બોટાદ જીલ્લામાં કોરોનાના 10 કેસો પોઝીટીવ આવ્યા છે. જયારે વધુ 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

બોટાદ શહેર અને જીલ્લામાં કોરોનાના કેસ દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે. પોઝીટીવ કેસો શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પોતાનો પગપસેરો કરી રહ્યા છે . જ્યાં 25/9/20 ના રોજ બોટાદ જીલ્લામાં વધુ 12 પોઝીટીવ કેસો આવ્યા હતા. જેમાં બોટાદના સહકાર નગર સોસાયટીમાં 25 વર્ષીય પુરુષ, પાળીયાદ રોડ ઉપર 40 વર્ષીય પુરુષ અને 74 વર્ષીય પુરુષ , પાળીયાદ ગામે 50 વર્ષીય પુરુષ અને 55 વર્ષીય પુરુષ, લાઠીદંડ ગામે 52 વર્ષીય પુરુષ, બરવાળા ના ભીમનાથ ગામે 34 વર્ષીય પુરુષ, ગઢડાના પીપળીયા ગામે 24 વર્ષીય અને 22 વર્ષીય મહિલા તેમજ રાણપુરના ધારપીપલા ગામે 55 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યાં પોઝીટીવ આવેલા તમમાં દર્દીઓને સારવાર માટે કોવિડ 19 હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

તેમજ તબીબો દ્વારા તેઓને જરૂરી સારવાર શરુ કરવામાં આવી છે. દર્દીઓના સપર્કમાં આવનાર વ્યક્તિઓને કોરોનટાઈન અને હોમ કોરોનટાઈન કરવાની કામગીરી હાથ ધરી હતી. બોટાદ જીલ્લામાં કોરોનાનો કુલ આકડો 748 પર પહોેંચી ગયો છે. જેમાંથી 575 દર્દીઓને સારવાર બાદ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જયારે 166 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 7 દર્દીના મોત થયા છે. જીલ્લાના વધુ 12 દર્દીઓને કોરોનાની સારવાર બાદ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. લાંબા સમય બાદ કેસ કરતાં વધુ દર્દીઓ સાજા થતાં તેઓને રજા આપવામાં આવી છે. નાગરિકો સમજતાં થતાં હવે કેસનો આંકડો ઓછો થવા લાગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...