અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબીની ટીમે પનાર ગામની સીમમાં જાહેરમાં પૈસાથી પાના પર જુગાર રમતા 10 જુગારીને મોબાઈલ રોકડ સાથે કુલ₹.49,700 નો મુદ્દામાલ કબજે કરી દેત્રોજ પોલીસને સોંપ્યા હતા.
પોલીસ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીને આધારે પનાર ગામની સીમમાં છાપો મારતા ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 10 જુગારીને ઝડપી પાડયા હતા. સ્થળ પરથી રોકડ રકમ રૂપિયા22,700, મોબાઈલ 8 જેની બજાર કિંમત₹27,000, ગંજીપાના સાથે કુલ રૂપિયા 49,700 નો મુદ્દામાલ કબજે કરી તમામને દેત્રોજ પોલીસને સોંપ્યા હતા.
જુગાર રમતા પકડાયેલા જુગારીમાં કાળુભા ભવાન સિંહ ઝાલા, મહેન્દ્રસિંહ બદસંગજી ચૌહાણ, દાનભા નટવર સંઞ ઝાલા, મનસુખભાઈ અમરશીભાઈ મકવાણા, હરપાલસિંહ લાલભા ઝાલા, કિશનજીદિલાજી ઠાકોર, અલ્પેશ રસિક જી ઠાકોર, ધુળાજી કાંતિજી ઠાકોર, વિક્રમભાઈ રામુજી ઠાકોર, રમણજી હેમાજી ઠાકોરને ઝડપી પાડી દેત્રોજ પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. વધુ તપાસ દેત્રોજ પોલીસ સ્ટેશનનાબી. એચ. ઝાલા પી.એસ.આઈ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.