તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:નાગનેશ ગામ પાસે કારચાલકે બાઇકને ટક્કર મારતાં 1 મોત

બોટાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા વાહનચાલકે લ્યૂનાને ટક્કર મારતાં અકસ્માતનો બનાવ બન્યો

રાણપુર ધંધુકા હાઇવે ઉપર નાગનેશ ગામના પાટીયા પાસે કાર ચાલકે બાઈક ને ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ.પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ રાણપુર ધંધુકા હાઇવે ઉપર આવેલ નાગનેશ ગામના પાટીયા પાસે વાદળી કલરની અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુર ઝડપે ચલાવી લ્યુના ગાડીને ટક્કર મારતા TVS લ્યુના ચાલક ઘનશ્યામભાઈ અમરશીભાઈ પરાલીયા(ઉ.65)ગામ ગુંજાર તાલુકો.ધંધુકા વાળા ને ગંભીર ઈજાઓ પહોચતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ.

આ બનાવની જાણ રાણપુર પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ.માટે મોકલી દેવામા આવ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્ર મહેશભાઈ ઘનશ્યામભાઈ પરાલીયા રાણપુર પોલીસ સ્ટેશનમા અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...