દુર્ઘટના:રાણપુર- ધંધુકા રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 1નું મોત

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાગનેશ ગામે રહેતા ખેડૂત અને ભાગિયો બાઇક લઇ ખેતરેથી ગામ તરફ જઇ રહ્યા હતા ત્યારે બનેલો બનાવ

રાણપુર ધંધુકા રોડ ઉપર આવેલ એસ્સઆર પેટ્રોલ પંપ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાબાઇક પર સવાર એક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે એક યુવકને ગંભીર ઈજાઓ પહોચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસ સુત્રો દ્વારા મળતી મુજબ રાણપુર તાલુકાના નાગનેશ ગામે રહેતા ભોગીલાલ મોહનભાઈ સરવાળીયાનાં પુત્ર હરીકૃષ્ણભાઈ અને તેમનુ ખેતર ભાગે ખેડતા ભાગીયા ખનજીભાઈ કરશનભાઈ ડોડીયા બંને તા.23/5/22ના રોજ સવારે 9.૦૦ કલાકે બાઇક નં.જીજે 13 કયુંકયું 5133 લઇને ખેતરથી નાગનેશ ગામ તરફ જતા હતા તે દરમિયાન નાગનેશ અને ધંધુકા વચ્ચે આવેલ એસ્સાર પેટ્રોલ પંપ પાસે સ્કોડા કાર નં. જી.જે. 38 બીડી 3031નાં ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર હરીકૃષ્ણભાઈને કપાળનાં ભાગે ઈજા પહોચી હતી જ્યારે તેમની પાછળ બેઠલા તેમના ભાગીયા ખનજીભાઈ ડોડીયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા સૌ પ્રથમ ધંધુકા આર.એમ.એસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાંથી વધુ સવાર માટે અમદાવાદ લઇ જતા હતા તે દરમિયાન રસ્તામાં ખનજીભાઈનું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા ભોગીલાલ મોહનભાઈ સરવાળીયાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં કારનાં ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધવાતા પોલીસે કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.રાણપુર સહિતના માર્ગો પર બેફામ દોડી રહેલા વાહનોને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. જેમાં નિર્દોષ નાગરિકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...